શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ છે કે કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે..? જાણો શું છે સત્ય....
ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યુ પરંતુ અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા કે જેમા રાહુલ ગાંધી કહી રહ્યા હોય કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે ગૂગલ પર સર્ચ કર્યુ દરમિયાન અમને એબીપી ન્યુઝ દ્વારા 12 નવેમ્બર 2018 ના રોજ કરવામાં આવેલુ એક ટ્વિટ મળ્યું. “તેમાં વાયરલ થઈ રહેલી ચારેય બ્રેક્રિંગ પ્લેટોના સ્ક્રીનશોટ હતા. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, અમારી ચેનલની બ્રેકિંગ પ્લેટને સંપાદિત કરીને કેટલાક પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને આ તસવીરોમાં આપવામાં આવેલી માહિતીનો ABP ન્યૂઝ નેટવર્ક સાથે કોઈ સંબંધ નથી.”
કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીના આવા નિવેદનને નકારી કાઢ્યું હતું. તેઓએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી કહેતા આવું કોઈ નિવેદન આપ્યું નથી. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કોંગ્રેસને એક નિષ્પક્ષ રાજકીય પક્ષ ગણાવ્યો જે દેશના દરેક ધર્મનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)