ઓસ્ટ્રલિયાના કિમ્બર્લીના મગરનો વીડિયો વડોદરાના નામે વાયરલ.. જાણો શું છે સત્ય....
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે મન ભરીને વર્ષ્યા છે. એમા પણ ખાસ કરીને વડોદરામાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાણીની અંદર પાંચ મગરના સમૂહને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાણીની અંદર જોવા મળતા મગરનો આ વીડિયો વિશ્વામિત્ર નદીનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાણીની અંદર જોવા મળતા મગરનો આ વીડિયો વિશ્વામિત્ર નદીનો છે.”
Facebook | Fb post Archive | Fb video રચિવે
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વીડિયો Donny Imberlong નામના ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને croc.qld ઈન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલો આ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કિમ્બરલીમાં મગરની કોરિયોગ્રાફી. ડોની ઈંબરલૉંગ દ્વારા કૅપ્ચર કરાયેલ આ અવિશ્વસનીય ક્ષણના અમે સાક્ષી બન્યા. અમે ખારા પાણીના મગરોની શક્તિ અને વૃત્તિના સાક્ષી છીએ.” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, CROC – Community Representation of Crocodiles નામના ફેસબુક પૅજ પર પણ વીડિયો 22 ઑગસ્ટ-2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાના વિશ્વામિત્રી નદીનો નહિં પરંતુ ઓસ્ટ્રેલિયાના કિમ્બર્લીમાં આવેલી નદીનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
CROC ? Community Representation of Crocodiles facebook page
https://www.facebook.com/reel/1574586109797529
croc.qld Instagram page
https://www.instagram.com/reel/C-8pcj4u9uP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Donny Imberlong facebook page
https://www.facebook.com/reel/1600886807153984