આ વીડિયોને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો લખનઉં યુનિવર્સિટીનો છે.

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકોને લડતા જોઈ શકો છો અને તે જ સમયે પોલીસ આરોપીઓને કસ્ટડીમાં લઈ જઈને પોલીસની કારમાં ધકેલી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયોમાં પોલીસ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓને પકડી રહી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયોમાં પોલીસ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓને પકડી રહી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયો ત્યારે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લખનઉં યુનિવર્સિટીમાં વેલકમ લખેલું છે. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.

આને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યા. અમને 1 ઓક્ટોબરના રોજ TV9 ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ચેનલ પર પ્રસારિત થયેલો આ જ વીડિયો મળ્યો. સાથેની માહિતી જણાવે છે કે લખનઉ યુનિવર્સિટીના ગેટ નંબર 5ની બહાર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘણી લાતો અને મુક્કાઓ ફેંકવામાં આવ્યા હતા અને શસ્ત્રો લહેરાવવામાં આવ્યા હતા. પોલીસ પણ ત્યાં હાજર હતી, છતાં વિદ્યાર્થીઓ વચ્ચે લાંબા સમય સુધી મારામારી થઈ હતી.
30 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલા આજતકના સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે બીએ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અક્ષય તેના મિત્ર સાથે કેન્ટીનમાં બેઠો હતો, તે સમયે MA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો પ્રિયાંશુ ત્યાં પહોંચ્યો અને પાણી રેડી દીધું. સ્ટીલના જગમાંથી અક્ષયના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેને લોહી નીકળ્યું હતું. જે બાદ અક્ષયના સમર્થનમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓએ પ્રિયાંશુને મારવાનું શરૂ કરી દીધું હતું. તે જ સમયે પોલીસને જાણ કરવામાં આવી અને તેઓ સ્થળ પર હાજર થઈ ગયા. પોલીસ આવ્યા પછી પણ વિદ્યાર્થીઓએ પ્રિયાંશુને મારવાનું બંધ કર્યું નહીં. પોલીસ પ્રિયાંશુને ભીડમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બીજી તરફ પોલીસે અક્ષયને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે પ્રિયાંશુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો અને યુનિવર્સિટી પ્રશાસને તેને સસ્પેન્ડ કરી દીધો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયો સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે સંબંધિત નથી. આ વીડિયો લખનઉં યુનિવર્સિટીનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા તરીકે લખનઉં યુનિવર્સિટીમાં થયેલી લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…
Written By: Frany KariaResult: False
