શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Kanti Dawda નામના ફેસબુક યુઝર દ્વારા Avaniya (અવાણિયા) Village friends તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની એક સ્ત્રીએ બે સિંહના બચ્ચા મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી, સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુઓ…..!! અને આપણે માનવ હોવા છતાં ય ક્યારેક વડીલો સાથે કેવું વર્તન કરીએ છીએ તે વિચારીએ. ……” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યૂઝીલેન્ડનો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો 11 એપ્રિલ 2017ના યુટ્યુબ પર જોવા મળ્યો હતો. જેમાં MALKIA PARK Big Cats Rescue નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો અપલોડ કરતાની સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો માલકિયા પાર્કનો છે. તેમજ આ વિડિયોના તમામ રાઈટ્સ તેમની પાસે રાખવામાં આવ્યા છે.

તેમજ આ જ યુટ્યબ ચેનલ પર તારીખ 27 ઓગસ્ટ 2017ના વધૂ એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને સિંહ સાથે પહેલા વિડિયોમાં જોવા મળતી  યુવતીએ વિડિયો અપલોડ કરતા જણાવ્યુ હતુ કે, તેમનો વિડિયો ખોટી માહિતી સાથે સમગ્ર દુનિયામાં ફેલાવવામાં આવી રહ્યો છે. તેમજ સિંહ અંગેની માહિતી પણ તેમણે આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ મલાકિયા પાર્ક ક્યાં આવેલો છે તે જાણવા પ્રયત્ન કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ પાર્ક યુરોપના સ્લોવકિયા દેશમાં આવેલો છે. તેમજ તેમની ઓફિશિયલ વેબસાઈટ પણ ઉપલબ્ધ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યૂઝીલેન્ડનો નહિં પરંતુ યુરોપના સ્લોવાકિયા દેશનો છે. ન્યૂઝીલેન્ડનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False