આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, ઘરની અંદરની તમામ વસ્તુઓ તોડફોડ કરી નાખેલી છે. ઘરની અંદર રહેલા એકપણ સામાનને તોડી ન નાખવામાં આવ્યુ હોય તેવું બન્યુ ન હતુ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડોદરાના છાણી વિસ્તારમાં મહિલાએ તેના પુત્રને મોબાઈલ ન આપતા તેણે ગુસ્સે થઈ ઘરની અંદર તોડફોડ કરી હોવાનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડોદરાના છાણી વિસ્તારમાં મહિલાએ તેના પુત્રને મોબાઈલ ન આપતા તેણે ગુસ્સે થઈ ઘરની અંદર તોડફોડ કરી હોવાનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Yahoo.com દ્વારા પ્રસારિત ન્યુઝ આર્ટિકલ પ્રસારિત કર્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જે મહિલાના પુત્ર દ્વારા તોડફોડ કરવામાં આવી છે, તેણે વીડિયો રિલિઝ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, તેનો પુત્ર 15 વર્ષનો છે, 12 વર્ષનો નથી, અને તેનો ક્રોધ કરવાનો કારણ મોબાઈલ ફોન સાથે કોઈ લેવાદેવા નથી. તે 15 વર્ષનો છે અને તે 6 ફૂટ ઊંચો છે અને તે 270 પાઉન્ડ છે. તેથી ના, હું તેને ફટકારી શક્યો નહીં.”

તેમજ અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે વિશેશ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક, લિંક, લિંક, લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
તેમજ આ મહિલા દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કરીને જણાવ્યુ હતુ કે, “નુકસાન વાસ્તવિક છે. બારી હજુ પણ તૂટેલી છે. માર્બલ હજુ પણ તૂટેલા છે. મને ખબર નથી કે કોઈ મારી પાસેથી શું માંગે છે. મારો પુત્ર માનસિક રીતે બીમાર છે, મેં 15 વર્ષથી આનો સામનો કર્યો છે અને તે ખૂબ જ ખરાબ છે કે મેં કોઈ પર વિશ્વાસ કર્યો અને તેણે વીડિયો મોકલ્યો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:માનસિક રીતે પરેશાન વિદેશી બાળક દ્વારા ઘરની અંદર તોડફોડ કરી હતી… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
