તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાદેવના મંદરની આસપાસન વહેતા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહાદેવના મંદરની આસપાસ વહેતા પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગાંધીનગરનો નહીં પરંતુ સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ નજીક આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, દાયકાઓ પછી ગાંધીનગર નાં પૌરાણિક ધોળેશ્વર મહાદેવમાં સાબરમતી નાં પાણી આવ્યાં...હર હર મહાદેવ 🙏🏻. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 28 ઓગષ્ટ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વીડિયો સુરેન્દ્રનગર ખાતે આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ગાંધીનગરનો નહીં પરંતુ સુરેન્દ્રનગરનો હોવાની માહિતી આપતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 27 ઓગષ્ટ, 2024 ના રોજ કરવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ ખાતે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરની માહિતી આપતો વધુ એક વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. એમાં દેખાતો મંદિરનો દરવાજો અને તેના પર લખેલું ધોળેશ્વર મહાદેવ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે બંધ બેસે છે. બીજા તમામ દ્રશ્યો તેની સાથે મળતા આવે છે.

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અને યુટ્યુબ પરના વીડિયો વચ્ચેની સામ્યતા તમે નીચે જોઈ શકો છો.


અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુરેન્દ્રનગરના સ્થાનિકો સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ વીડિયો સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ ખાતે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરનો જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહાદેવના મંદરની આસપાસ વહેતા પાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગાંધીનગરનો નહીં પરંતુ સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ નજીક આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Sources

https://www.facebook.com/profile.php?id=100006398437344&sk=reels_tab&__cft__[0]=AZW5w2WLqarsDIsZwf7HK4voB5zq473U-QJA2uvBx9jPWx0fA0ZusVATtW2W0oQsro1gf87tBhkhnMjV6fP2fQFflbu4fbQO0btQRqpzMquLjRcnPDn-S4MpwXbqC-9HIrT02oyfNUIOZU980j207bGwO-FggvFjGFMXm1a8YmnYNWTQ
https://www.facebook.com/reel/1875005213001545

https://www.instagram.com/hello_gandhinagar_18/?e=fd608c8e-e5be-43b6-8754-7509717be4a2&g=5
https://www.instagram.com/reel/C_Kx5-sIUDb/?igsh=MW9vOHhzamhwNmhhZQ==

Claim Review :   પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE