તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી હતી ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 13 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વાહ વાહ શુ ગળે મળે છે જ્યારે કેમ કોઈ વેવાઈ ને મળતા હોય 🙄🙄. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે.


Facebook Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને આજ ફોટોમાં ડાબી બાજુ પર સૌથી નીચે ખૂણામાં 9 મે, 2022 લખેલું જોવા મળ્યું હતું. જેના પરતી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.


ત્યાર બાદ ગુગલનો સહારો લઈને અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાનાની આજ મુલાકાતના સમાચાર porbandartimes.com દ્વારા 10 મે, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોરબંદર ખાતે ભારત સરકારના મત્સ્ય,પશુપાલન અને ડેરી વિભાગ ના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કોસ્ટ ગાર્ડ ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ત્યારે ૧ પોરબંદરના સુન્ની મુસ્લિમ બરેલવી પંથના વિખ્યાત સાહિત્યકાર, લેખક,પ્રખર વક્તા,મૌલાના હાજી અબ્દુલ સતાર હામદાનીની મુલાકાત તેમની વિશાળ લાઇબ્રેરી"મરકઝ એ એહલે સુન્નત બરકાતે રઝા” ખાતે કરી હતી.


Archive

અમારી વધુ તપાસમાં અમને પોરબંદર ટાઈમ્સ દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર પણ 9 મે, 2022 ના રોજ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાની મુલાકાતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી હતી ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE