સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રકમાંથી મુસ્લિમ છોકરાઓને ટ્રકમાંથી પોલીસની હાજરીમાં ઉતરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને પંજાબ કેસરી ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. 18 મે 2023ના અપલોડ કરેલા આ વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે 63 મુસ્લિમ બાળકોથી ભરેલી ટ્રક પકડી.

તેમજ વધુ સર્ચ કરતા અમને IANS નામની યુટ્યુબ ચેનલ પર આ કેસને લઈ પોલીસનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “તસવીરોમાં પાર્ક કરેલી આ ટ્રક અને આ બાળકો સતત તેમાંથી નીચે ઉતરી રહ્યા છે… ધાર્મિક શિક્ષણ મેળવવા મહારાષ્ટ્ર આવ્યા છે… પ્રથમ નજરે પોલીસને લાગ્યું કે આ બાળ તસ્કરીનો મામલો છે… કારણ કે આ બાળકો નજીકના રાજ્યોના નથી. પરંતુ બિહારથી અને બંગાળથી આવ્યા છે... ટ્રકમાં બેઠેલા તમામ બાળકોએ ચોક્કસ સમુદાયની ટોપીઓ પહેરી છે. પરંતુ જ્યારે પોલીસે કોલ્હાપુરમાં ટ્રકને રોકી ત્યારે ખબર પડી કે આ બાળકની તસ્કરીનો મામલો નથી. તેના બદલે, તે ધાર્મિક શિક્ષણ વિશે છે…એટલે કે, આ 63 બાળકો બિહાર અને બંગાળથી મહારાષ્ટ્રના મદરેસામાં અભ્યાસ કરવા આવ્યા છે.”

અમને આ ઘટના અને તેની તસવીર અન્ય ઘણા સમાચાર અહેવાલોમાં સમાન સંદર્ભમાં શેર કરવામાં આવી છે. અમારી તપાસમાં સ્પષ્ટ છે કે વાયરલ થઈ રહેલો વીડિયો મહારાષ્ટ્રના કોલ્હાપુરનો છે, પરંતુ તેમાં ઝડપાયેલા બાળકો રોહિંગ્યા મુસ્લિમ નથી, પરંતુ અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં ભણવા આવ્યા હતા.


India Tv | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો 2023ની જૂની ઘટનાનો છે, જે મહારાષ્ટ્રની મદરેસામાં ભણવા જતા અન્ય રાજ્યોના મુસ્લિમ બાળકો સાથે સંબંધિત છે. બિહાર અને બંગાળથી 63 બાળકો મદરેસામાં ભણવા માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.


(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.
Claimed By :  Social media users
Fact Check :  FALSE