સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ રસ્તા પર ઉભેલી કેટલીક મહિલાઓનો પીછો કરીને તેમને મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, "બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી."

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 1 સપ્ટેમ્બર 2024ના રોજ બંગાળી સમાચાર આઉટલેટ પ્રોથોમાલોની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જેમાં વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે.

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, થોડા દિવસો પહેલા HM રસેલ સુલતાન નામના વ્યક્તિએ ઢાકાના શ્યામલી વિસ્તારમાં કેટલીક સેક્સ વર્કર્સને માર માર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયના સલાહકાર શર્મિન એસ. મુર્શીદે ન્યૂઝ આઉટલેટ સાથે વાત કરતા કહ્યું કે, “આ ઘટનાઓ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને કોઈને પણ તેનો અધિકાર નથી. કાયદો પોતાના હાથમાં લેવા માટે. તેથી, મેં સંબંધિત પોલીસ સ્ટેશન સાથે વાત કરી છે અને આ ઘટનામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.


ARCHIVE

તેમજ વધુ શોધ કરવા પર અમને ઢાકા ટ્રિબ્યુનની વેબસાઈટ પર ઘટના સંબંધિત અહેવાલ પણ મળ્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 29 ઓગસ્ટ 2024ના રોજ રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ શ્યામલી સ્ક્વેર પર ઉભેલી કેટલીક મહિલાઓને મારતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિની ઓળખ HM રસેલ સુલતાન તરીકે થઈ હતી. બાંગ્લાદેશની બિન-સરકારી મહિલા સંગઠન બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ડૉ.ફૌઝિયા મુસ્લિમે આ ઘટનાની નિંદા કરી હતી અને આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


ARCHIVE

તેમજ અમે અમે HM રસેલ સુલતાનનું ફેસબુક એકાઉન્ટ શોધ્યું, પરંતુ અમને તેના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો મળ્યો ન હતો. જો કે, 29 ઓગસ્ટના રોજ વધુ એક લાઈવ વીડિયો જોવા મળ્યો હતો, જેમાં રસેલ સુલતાન તે જ કપડામાં હાજર છે. આ લાઈવ વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે મેં સેક્સ વર્કરને માર માર્યો છે અને બાંગ્લાદેશમાં આવા ધંધાઓ ન ચાલવા જોઈએ.


પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હિન્દુ મહિલાઓને બુર્ખો ન પહેરવા બદલ મારમારવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. આ યુવાન દ્વારા સેક્સ વર્કર મહિલાઓને મારમારવામાં આવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)


Claim Review :   બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી.
Claimed By :  Social media users
Fact Check :  FALSE