
Vinaya Dalal નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર અને ફોટો સાથેનો એક લેટર પણ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. અને 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રધાનમંત્રી દ્વારા આ દિવાળી પર ભારતીય બનાવટની જ વસ્તુઓ વાપરવામાં અનુરોધ કરવામાં આવ્યો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હોય તો ભારતના તમામ મિડિયા હાઉસ દ્વાર આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યામાં આવ્યા હોય. તેથી અમે સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘देशवासियों को अनुरोध है की भारतीय सामानका उपयोग करे : PM MODI’ લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે પ્રધાનમંત્રીના ટ્વીટર અને ફેસબુક પેજની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યાં પણ અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલો કોઈ લેટર પ્રાપ્ત થયો ન હતો. તેથી અમે ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામો પરથી અમને PMO દ્વારા 31 ઓગસ્ટ 2019ના PMO દ્વારા કરવામાં આવેલું ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં સ્પષ્ટ રૂપે ના પાડવામાં આવી હતી કે, વડાપ્રધાન દ્વારા આ પ્રકારે કોઈ અનુરોધ કરવામાં આવ્યો. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ અનુરોધ કરવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ અનુરોધ કરવામાં આવ્યો નથી.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી પર્વ પર ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો…? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
