
ગુજરાત વરસાદ આગાહી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“આકોઈ#નદી નુ #પુર કે #કેરળ કે #કેદારનાથ નું દ્રશ્ય નથી.#ભયાનક #દ્રશ્ય છે#સાવરકુંડલા ના #મોલડી ગામનું જ્યાં #કલાકમાં_8_ઇંચ વરસાદ પડ્યો.#વિડિઓ#share કરો”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 646 લોકો પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 295 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સાવરકુંડલાના મોલડી ગામમાં એક કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા નદીમાં આ પ્રકારે નદીમાં પાણી આવ્યુ હતું.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર“સાવરકુંડલામાંએકકલાકમાંઆઠઈંચવરસાદ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ સાવરકુંડલા તાલુકામાં આ પ્રકારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતું. તેથી અમે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં આ અંગે વાત કરી હતી “તેમણે અમને જણાવ્યુ હતું કે, આ વાત ખોટી છે. આટલો વરસાદ સાવરકુંડલામાં નથી પડ્યો.”


ત્યારબાદ અમે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ઓફિસીયલ વેબસાઈટ પરથી સાવરકુંડલામાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા પ્રયત્ન હાથ ધર્યો હતો. વેબસાઈટ પરથી અમને તારીખ 28 જૂન 2019ના રોજ અપડેટ કરવામાં આવેલા વરસાદ આંકડા પ્રાપ્ત થયા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
28-06-2019 RAIN FALL | ARCHIVE
આમ, ઉપરોક્ત આંકડા સ્પષ્ટ જણાવી રહ્યા હતા કે, સાવરકુંડલામાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો વરસાદ નથી પડ્યો. સાવરકુંડલામાં સિઝનનો કુલ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં પણ 1.5 ઈંચ વરસાદ તો 28 જૂન 2019ના શુક્રવારે નોંધાયો હતો.
જો કે, આ વિડિયોની પૃષ્ટી કરવા ત્યાના કલેક્ટર જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે,“આ વિડિયો અમરેલીના સાવરકુંડલાનો હોવાનું મારા ધ્ચાનમાં નથી આવ્યું. પરંતુ આપ જે કહી રહ્યા છો કે, એક કલાકમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હોવાની વાત ખોટી છે.”

તેમજ સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના સ્થાનિક લોકો સાથે પણ આ વિડિયો અંગે અમે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો આ વર્ષનો નથી, આ વિડિયો ચાર વર્ષ પહેલા જ્યારે મુશળધાર વરસાદ વરસ્ચો હતો ત્યારનો છે અને આ વિડિયો મોલડી ગામનો તો નથી.”
આમ પોસ્ટમાં કરવામાં આવેલી વાત ક્યાય પણ સાબિત થતી નથી. કારણ કે, સાવરકુંડલાના મોલડી ગામમાં આઠ ઈંચ વરસાદ એક કલાકમાં તો શું આ વર્ષે એક દિવસમાં પણ નથી પડ્યો.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો વરસાદ સાવરકુંડલાના મોલડી ગામમાં પડ્યો નથી.

Title:શું ખરેખર સાવરકુંડલામાં એક કલાકમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો…? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
