શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Prakash Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થતાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓના કરુણ મોત થવા અને ધણા બધા નાના-મોટા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા હોવાનું જાણવા મળે છે..!! ઘટના અંગે તમામ સત્ય હકીકત અધિકૃત માધ્યમ થી જ જાણવા મળી શકશે..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર સર્જાયેલા અકસ્માતનો વિડિયો છે, જેમાં 15-20 લોકોના મોત થયા છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ ગોજારો અકસ્માત સર્જાયો હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર તૂફાન એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝી24 કલાક દ્વારા તારીખ 2 માર્ચ 2020ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, “આ અકસ્માત તાપી જિલ્લામાં સોનગઢ નજીક સર્જાયો હતો. સોનગઢ નજીક એસટી બસ, ઝીપ, અને ટ્રક વચ્ચે નેશનલ હાઈ-વે 56 પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.” 

ZEE24 KALAK | ARCHIVE

VTV GUJARATI દ્વારા પણ આ અકસ્માત અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “એસટીબસ, કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ અને આ એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જઈ રહી હતી.” જે અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE 

ગુજરાત સમાચાર દ્વારા પણ આ અંગેની માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ તેમના ઓફિશિયલ ટ્વિટ પર પણ આ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પરનો નથી.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પરનો નથી. તાપી જિલ્લાના સોનગઢ નજીક સર્જાયેલા અકસ્માતનો વિડિયો છે. જેમાં 7 લોકોના મોત થયા હતા. 

Avatar

Title:શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False