શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની ટૂથપેસ્ટ ખરીદતા પહેલા જાણી લો આ 4 વાતો, લાલ, લીલા અને ભૂરા રંગની પટ્ટીવાળી ટુથપેસ્ટમાં શું હોય છે ફરકશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2900 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 69 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોલગેટના અંતમાં કરવામાં આવેલા નિશાન તેની અંદર શું મટિરીયલ ઉમેરવામાં આવ્યુ તે સુચવે છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આર્ટીકલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ટૂથપેસ્ટના અંતમાં લાલ રંગ હોય તો કેમિકલ્સ ઉપરાંત કૂદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાળા રંગનું નિશાન હોય તો કેમિકલ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ભૂરા રંગનું નિશાન હોય તો  કૂદરતી ત્તત્વો ઉપરાંત મેડિકેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લીલા રંગનું નિશાન હોય તો ટૂથપેસ્ટમાં માત્ર અને માત્ર કુદરતી તત્ત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. શું ખરેખર આ પ્રકારે નિશાન સુચવે છે કે ટૂથપેસ્ટમાં ક્યુ મટિરિયલ ઉમેરવામાં આવ્યુ છે. આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમરઉજાલાનો વર્ષ 2019નો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ટુથપેસ્ટ પરનો કલર ટ્યુબ બનાવવાનાં મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે,  ટ્યુબનું કદ બનાવવાનું સંકેત આપે છે. ફક્ત લાઈટ સેન્સર જ આ કલરને સમજી શકે છે, માનવી સમજી નથી શકતા.”

AMARUJALA | ARCHIVE

કોલગેટ કંપની દ્વારા આ કલર કોડ અંગેની સ્પષ્ટતા કરતો અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ કલર કોડએ માત્ર મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે.” જે તમે નીચે વાંચી શકો છો.

COLGATE.COM | ARCHIVE

આ સેન્સર મશીન કઈ રીતે કામ કરે છે તે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ટુથપેસ્ટમાં જે કલર કોડ છે તે માત્ર મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે. ટ્યુબનું કદ બનાવવાનું સંકેત આપે છે. ફક્ત લાઈટ સેન્સર જ આ કલરને સમજી શકે છે. આ નિશાન એ ક્યારેય નથી સુચવતા કે કોલગેટની અંદર મટીરિયલ ક્યુ નાખવામાં આવે છે. 

Avatar

Title:શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False