વીડિયોમાં ડાન્સ કરનાર વ્યક્તિ કોરિયોગ્રાફર કિરણ જે છે, પૂર્વ શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન નહીં.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વિકી કૌશલની ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના ગીત 'તૌબા તૌબા' પર ડાન્સ કરી રહ્યો છે. પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરી રહેલો વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર ​​મુથૈયા મુરલીધરન છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરી રહેલો વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર ​​મુથૈયા મુરલીધરન છે.”

Facebook | Fb post Archive

Instagram

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો 22 જુલાઈ 2024ના કિરણ જે નામના કોરિયોગ્રાફરના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ યાદગાર દિવસ માટે @dance.inn.bangaloreનો ખૂબ ખૂબ આભાર @team.kiranj @manasa.jk__ @laharsharma_29)

તેમજ કોરિયોગ્રાફર કિરણ જે દ્વારા આ વીડિયોને તેમની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

કીવર્ડસ સાથે સર્ચ કર્યા પછી, અમને જાણવા મળ્યું કે, કિરણ જોપલ એક જાણીતી કોરિયોગ્રાફર છે અને તેનો 4 વર્ષ જૂનો ટેડ એક્સ ટોક્સનો વીડિયો પણ મળ્યો, જેમાં તેણે તેના જીવન વિશે વાત કરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં ડાન્સ કરી રહેલી વ્યક્તિ કોરિયોગ્રાફર કિરણ જે છે પૂર્વ શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન નથી. આ વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન દ્વારા તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context