શું ખરેખર પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના પાડાનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જેમાં પુષ્કર પ્રસિદ્ધ તીર્થ ધામ હોવાની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસ પણ છે. દિવાળી પુષ્કળમાં સાત દિવસ વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થાય છે. આ વચ્ચે એક વિશાળ પાડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના […]

Continue Reading

સભાના ગ્રાઉન્ડમાં તૂટેલી ખુરશીઓની આ તસ્વીર હાલના બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

ખુરશી તોડવાના ફોટા અંગેનો વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થયેલો ફોટો તાજેતરનો નથી, પરંતુ પાંચ વર્ષ જૂનો 2020નો છે.  સોશિયલ મીડિયા પર તૂટેલી ખુરશીઓનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે., આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે, “બિહારમાં […]

Continue Reading

Altered: RSSના કાર્યકરોના નામે વાયરલ થઈ રહેલા વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

પીએમ મોદી એક ગરીબ મહિલાને કામચલાઉ ઝૂંપડીમાં મળવાનું નાટક કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આ ફોટો 17 સપ્ટેમ્બર, 2023નો છે, જ્યારે નરેન્દ્ર મોદી દ્વારકાના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક પ્રદર્શન દરમિયાન કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે, વાયરલ ફોટામાં, પીએમ મોદી એક ઝૂંપડીમાં એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. મહિલાએ સિલાઈ મશીન પકડ્યું છે. તેના ગળામાં […]

Continue Reading

બિહારના યુવાનને ગૂગલમાં નોકરી મળી હોવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

બિહારના ઋતુરાજ ચૌધરીએ ગૂગલ હેક કર્યું ન હતું. તેણે માત્ર ગૂગલની સિસ્ટમમાં એક બગ શોધી કાઢ્યો અને બદલામાં તેને ગૂગલ દ્વારા હોલ ઓફ ફેમ અને સંશોધકની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપાના ધારાસભ્ય પરના હુમલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોનો બિહાર ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બિહારનો નથી, પરંતુ પશ્ચિમ બંગાળનો છે. પૂરગ્રસ્ત વિસ્તારનું મૂલ્યાંકન કરવા ગયેલા ભાજપના નેતાઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. બિહાર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી, બધા રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. આ પૃષ્ટભૂમિ પર અનેક સાચા-ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દ્વારા રસ્તા પર ફટાકડા વડે સ્ટંટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઘણીવાર મેદાન પર પોતાના બેટને તલવારની જેમ લહેરાવીને ઉજવણી કરતો જોવા મળે છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો ફટાકડાના કરતબ કરતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફટાકડા વડે સ્ટંટ કરતો યુવાનએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે.” શું દાવો […]

Continue Reading

Edited: મનોહરલાલ ધાકડ અને સ્વામી ચિન્મયાનંદે મૈથિલી ઠાકુરના ચૂંટણી પ્રચારમાં હાજરી આપી ન હતી…

બિહારના અલીનગર વિધાનસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર મૈથિલી ઠાકુરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, તેઓ ભાજપનો સ્કાર્ફ પહેરેલા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓ સ્વામી ચિન્મયાનંદ અને મનોહર લાલ ધાકડ સાથે હાથ જોડીને ઉભા જોવા મળે છે, જેઓ વિવાદાસ્પદ મંદસૌર હાઇવે વીડિયો પછી ચર્ચામાં આવ્યા હતા આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

દિવાળીના તહેવાર પર સોશિયલ મીડિયા વિવિધ સુંદર ફટાકડાના વીડિયો અને ફોટાઓથી છલકાઈ રહ્યું છે. આ વચ્ચે, અદભૂત ફટાકડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા, ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડ્યા હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ટપાલ ટિકિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડ સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે.“ શું દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

ફટાકડાની દુકાનમાં આગ લાગવાનો વાયરલ વીડિયો હૈદરાબાદનો છે. વર્ષ 2024ના હૈદરાબાદના આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયોનો અમદાવાદ સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ફટાકડાની દુકાનમાંથી વસ્તુઓ કાઢી રહ્યા છે. ફટાકડા સળગતા પણ જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીને દાવો […]

Continue Reading

Election: પગ પકડીને મત માંગી રહેલા નેતાની તસવીર તાજેતરના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની નથી, આ તસવીર જૂની છે.

આ વાયરલ ફોટો મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડેર વિધાનસભા બેઠક માટે 2020ની પેટાચૂંટણીનો છે. મત માંગવા માટે જનતાના પગ પર પડી રહેલા નેતા ભાજપના સંતરામ સરોનિયા છે, અને આ ફોટોનો બિહારની આગામી ચૂંટણીઓ સાથે કોઈ સંબંધ નથી. સફેદ કુર્તા પાયજામા પહેરેલા એક વ્યક્તિનો એક વૃદ્ધ વ્યક્તિના પગે પડવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા લોકો પર કરવામાં આવેલા લાઠી ચાર્જનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં કપાસના વજનમાં ગેરકાયદેસર કપાત વિરૂદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ પછી ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં પોલીસ અમુક મહિલા પર લાઠીચાર્જ કરતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓ […]

Continue Reading

Altered: TMC નેતા કાકોલિ ઘોષ અને અમિત શાહના વીડિયોનું જાણો શું છે સત્ય… 

ભાજપના નેતા અમિત શાહને ધમકાવી રહેલા TMCના મહિલા નેતા કાકોલી ઘોષનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. આ વીડિયો બે અલગ-અલગ વીડિયો ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહને ધમકાવી રહેલા TMCના મહિલા નેતા કાકોલી ઘોષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો […]

Continue Reading

જાણો તાલિબાને પાકિસ્તાનના JF 17 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તાલિબાને પાકિસ્તાનના ફાઈટર વિમાન JF 17ને તોડી પાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ઘરની બહારથી લાઈટોની ચોરી કરતી મહિલાનો આ વીડિયો જામનગરનો નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ ગત વર્ષ 2024નો કેનેડાનો છે. આ વીડિયોને જામનગર સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક ઘરની બહાર લાઈટ સહિતની વસ્તુઓ લઈ જતી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રેતી પર લાઈટ શોનો આ વીડિયો ચીનનો છે, રાજસ્થાનનો નહીં…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાઈટ શોનો આ વીડિયો રાજસ્થાનના જેસલમેરનો નહીં પરંતુ ચીનનો છે. આ વીડિયોને રાજસ્થાન સાથે કોઈ સંબંધ નથી. રેતીની વચ્ચે ચાલી રહેલા લાઇટ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વાયરલ વીડિયોને આ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, “આ લાઇટ શો રાજસ્થાનના જેસલમેરનો છે.” […]

Continue Reading

Fake NewS: ભારત સરકાર દ્વારા હજુ સુધી હોટલાઇન નંબર 9851145045 શરૂ કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

આ હોટલાઇન નંબર 9851145045 ભારત સરકારનો નથી. નેપાળ સરકારે નાગરિકોને સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે આ હોટલાઇન નંબર શરૂ કર્યો છે. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ જેમાં જણાવાયું છે કે પીએમઓએ નાગરિકો માટે લાંચ, વિલંબ અને સરકારમાં ગેરવર્તણૂકની ફરિયાદ કરવા માટે એક હોટલાઇન નંબર (9851145045) શરૂ કર્યો છે, તે સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગરબા રમતા જોવા મળી રહ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો મોરારજી દેસાઈનો નથી. રમતમાં ભાગ લેનાર વ્યક્તિ કુંવરજી નરસી લોડ્યા છે. મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ આ મામલે ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ […]

Continue Reading

Fact Check: વાયરલ વીડિયો એડિટેડ છે, ઓરિજનલ વીડિયો યુપીનો નહીં પરંતુ જયપુરનો છે…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી અને ન તો આ લોકોએ “યુપી પોલીસ, તમે બળનો ઉપયોગ કરો” ના નારા લગાવ્યા હતા. આ વીડિયો જયપુરનો છે, જેને ખોટા દાવા સાથે એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. “આઈ લવ મુહમ્મદ” પોસ્ટર વિવાદને લઈને ઉત્તર પ્રદેશના બરેલી વિભાગમાં તણાવ વધી ગયો હતો. અહેવાલો અનુસાર, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા […]

Continue Reading

શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ […]

Continue Reading

જાણો વાદળ ફાટ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધોધમાર વરસી રહેલા વરસાદ જેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વાદળ ફાટ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુવાહાટી ખાતે પાણીની પાઈપ ફાટી તેનો […]

Continue Reading

શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ પુત્રની સાથે રાખી ભણાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ડો.તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપતો મેસેજ શેર કરવામાં આવ્યો નથી, આ મેસેજ ફેક હોવાની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીયુટના ચેરમેન પદ્મ શ્રી ડોક્ટર તેજસ પટેલના નામે છે, જેની નામથી વાયરલ આ મેસેજમાં દાવો કરવામાં […]

Continue Reading

જાણો દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભૂસ્ખલન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ […]

Continue Reading

સોનમ વાંગચુકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

સોનમ વાંગચુકે એવું નહોતું કહ્યું કે જો ચીન ભારત પર આક્રમણ કરશે તો લદ્દાખના લોકો ચીનને ભારતનો રસ્તો બતાવશે. મૂળ વીડિયોમાં સોનમ વાંગચુક એક હાસ્ય કલાકારને ટાંકી રહી હતી. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે. સોનમ વાંગચુકનો એક વીડિયો કથિત રીતે કહી રહ્યો છે કે, “જ્યારે ચીન અહીં આવે છે, ત્યારે લદ્દાખના લોકો […]

Continue Reading

છત્તીસગઢમાં રોપવે ટ્રોલી પડી જવાનો જૂનો વીડિયો બનારસના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય..

એપ્રિલ મહિનામાં છત્તીસગઢના ડોંગરગઢમાં એક રોપ-વે ટ્રોલી તૂટી પડી હતી. આ વીડિયોને બનારસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.  આવતા વર્ષે વારાણસીમાં રોપ-વે ખુલવાની ધારણા છે. આ પહેલા ટ્રાયલ અને સલામતી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, વારાણસીની રોપ-વે સિસ્ટમને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના નેતાઓ રોપવે ટ્રોલી પડી […]

Continue Reading

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની રેલીમાં ‘વોટ ચોર, ગાદી છોડી દો’ જેવા નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ પર, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બસમાં બેસતા જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમ્રાટ ચૌધરીની હાજરીમાં “વોટ ચોર, ગાદી છોડી દો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

ટ્રેનમાં એક છોકરી પાસેથી લાંચ લેતા ‘રેલ્વે કર્મચારી’નો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી લાંચ લેતા અને તેનો હાથ પકડીને બેઠો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે, લોકો કર્મચારીના વર્તનની નિંદા કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી […]

Continue Reading

“લોકશાહી બચાવવાનું મારું કામ નથી”: રાહુલ ગાંધીનો આંશિક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કહે છે કે, “હું વિપક્ષનો નેતા છું અને મારૂ કામ સરકાર પર દબાણ લાવવાનું છે. ભારતના લોકશાહીને બચાવવાનું મારૂ કામ નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

આ વીડિયોમાં આસામના ગાયક ઝુબીન ગર્ગની અંતિમ ક્ષણોનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ઝુબીન ગર્ગ નથી, અને આ વીડિયો જુલાઈ 2025થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં પ્રતિષ્ઠિત આસામી ગાયક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું. લાઝારસ ટાપુ પર સ્વિમિંગ કરતી વખતે ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં આંચકી આવવાથી મૃત્યુ થયુ હતુ. આ પૃષ્ઠભૂમિમાં, એક સ્કુબા ડ્રાઇવરને તેના સહાયક […]

Continue Reading

રાજસ્થાનના આરોપીનો વીડિયો ગુજરાતના લોકડાયરા કલાકર દેવાયત ખવડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરવાના ગુનામાં લોકડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ગત 17 ઓગસ્ટ 2025ના દુધઈ નજીક ફાર્મહાઉસ માંથી ધરપકડ કરવામાં આવી હતી.  જે બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો અને બાદમાં ફરી તેમના જામીન રદ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં […]

Continue Reading

ગુજરાતના ભાજપાના નેતાને કાદવ કીચડથી નવરાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

એક વ્યક્તિના હાથ બાંધેલા જોઈ શકાય છે અને આસપાસ ઘણી બધી મહિલાઓ પણ જોવા મળે છે અને આ મહિલાઓ માંની એક મહિલા આ વ્યક્તિ પર કાદવ નાંખી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ભાજપાના નેતા પર મહિલા દ્વારા કાદવ કીચડ નાખવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

સિક્કિમની તિરંગા યાત્રાનો વીડિયો નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ઝંડા સાથે લોકો રેલી કાઢી રહ્યા છે અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં રીલ બનાવવા યુવાન ટ્રેન નીચે સુઈ ગયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નથી. પરંતુ વર્ષ 2016નો બાંગ્લાદેશનો વીડિયો છે. અમદાવાદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક યુવાન સામેથી આવતી ટ્રેનની નીચે સુઈ જાય છે અને ટ્રેન જતી રહ્યા બાદ તે સુરક્ષિત ઉભો થાય છે અને […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. છત પરથી ગણેશ વિસર્જન યાત્રા પર પત્થરમારો કરતા બે વ્યક્તિઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છત પરથી યાત્રા પર પત્થરોનો ઘા કરતા જોઈ શકાય છે. આ […]

Continue Reading

ગુજરાતની આણંદ પોલીસનો વીડિયો યુપી પોલીસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો છે પરંતુ જ્યારે પીએસઆઈ તેને કશુ કહે છે ત્યારે તે લંગડાતો ચાલવા લાગે છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

જાણો પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં યુવકે આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

મૃત માતાના શરીરને બહાર ખેંચતો હોવાના દાવા સાથેનો આ વીડિયો પંજાબનો નથી… જાણો શું છે સત્ય….

પંજાબ હાલમાં પૂરને કારણે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, એક નાના છોકરાનો એક મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળક પંજાબમાં આવેલા પૂરમાં પોતાની મૃત માતાને બહાર કાઢી રહ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

પાકિસ્તાનના સ્વાતનો એક વીડિયો પંજાબના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો પંજાબનો નથી પરંતુ ગયા મહિને ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના સ્વાતમાં આવેલા ભયાનક પૂરનો છે. હાલમાં દેશના ઘણા ભાગો ભારે વરસાદને કારણે પૂરની ઝપેટમાં છે. પંજાબની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગો પૂરમાં ડૂબી ગયા છે. જનજીવન […]

Continue Reading

ગણેશ મંડપમાં પૂજારી સાથે ચમત્કાર થયાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પૂજારી ગણેશ પંડાલમાં પૂજા કરી રહ્યા છે. અચાનક તેમની તબિયત બગડે છે અને તેઓ જમીન પર પડી જાય છે અને બેભાન થઈ જાય છે. પછી થોડા સમય પછી, ગણેશ મૂર્તિ પાસેથી પૂજારી પર એક ધ્વજ પડે છે અને તેઓ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..? જાણો શું છે સત્ય….

હાલમાં એક ન્યૂઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી વિશે માહિતી આપવામાં આવી છે અને આ ન્યૂઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન નરેન્દ્ર મોદીને તેમના પિતાજીના મોતના જવાબદાર માને છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 […]

Continue Reading

શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ નકલી નોટો પર કડક કાર્યવાહી કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તે મોદી ભક્ત હોવાનું કહ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મોદીનો ભક્ત હોવાની વાત નથી કરતા પરંતુ તેઓ આંબેડકરના ભક્ત હોવાનું કહી રહ્યા છે. આ વીડિયોને ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ […]

Continue Reading

જાણો જામનગરમાં ગણેશ વિસર્જન સમયે થયેલી દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગણેશ વિસર્જનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જામનગરમાં ગણેશ વિસર્જન સમયે બનેલી દુર્ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગણેશ વિસર્જનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના […]

Continue Reading

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી… જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા મોહમ્મદ નૌશાદે પીએમ મોદીને ગાળો આપી ન હતી. ગાળો આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ રિઝવી છે અને તે હવે પોલીસ કસ્ટડીમાં છે. બિહાર ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે બિહારમાં ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દરમિયાન, દરભંગા જિલ્લામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

જાણો ગુજરાતમાં રોડ પર પડેલા ખાડામાં પડેલા બાઈક સવારના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં રોડ પર એવા ખાડા પડ્યા છે કે બાઈક સવાર ખાડામાં પડી ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ધારાસભ્યના પુત્ર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ પર હુમલો કરનાર ધારાસભ્યનો પુત્ર નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading