Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના રાણીના હજીરામાંથી 1600 વર્ષ જુનો મંદિર મળી આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમદાવાદની એક હેરીટેજ સાઈડ પર લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી 1600 વર્ષ જુનુ પ્રાચીન મંદિર મળી આવ્યુ.” […]

Continue Reading

કોલ્હાપુરમાં રોહિંગ્યા મુસ્લમાનો ભરેલી ટ્રક પકડાયી હોવાની વાતનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રકમાંથી મુસ્લિમ છોકરાઓને ટ્રકમાંથી પોલીસની હાજરીમાં ઉતરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.”  શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટના હિન્દુ વકીલનો આ વીડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વરિષ્ઠ વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં બુર્ખો ન પહેરવા પર હિન્દુ મહિલાઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ રસ્તા પર ઉભેલી કેટલીક મહિલાઓનો પીછો કરીને તેમને મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

લેબનોનમાં સોલાર બ્લાસ્ટના નામે વાયરલ વીડિયો જુનો છે… જાણો શું છે સત્ય….

સમગ્ર લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના થયા હતા. જેમાં હિઝબુલ્લાના તમામ લિડરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેનો આરોપ ઇઝરાયેલ પર લગાવવામાં આવ્યો હતો. આ વચ્ચે ચાલતા વાહનમાંથી રેકોર્ડ કરાયેલા એક વિશાળ રોડસાઇડ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ થયેલા સોલાર […]

Continue Reading

શું ખરેખર રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજનાઓ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને રાહત અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. માર્ચ 2020માં વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં મળતી રાહત બંધ કરવામાં આવી હતી. રેલવેમાં વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં રાહતને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં મુસાફરી કરવા […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીફ જસ્ટીસનું પદ હોય છે કે કેમ…? અને કોઈ ભારતીયને આ પદ મળ્યુ હોવાના મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ડુપ્લીકેટ કાજુ બનાવવાની ફેક્ટરીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાજુ જેવા આકારમાં અંતિમ વસ્તુ નીકળતી જોવા મળે છે. જે વીડિયોમાં સંપૂર્ણ પ્રોસેસ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો નકલી કાજુ બનાવવાની ફેક્ટરીનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

પાક કંપનીના કર્મચારીઓની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ તિરૂપતિ મંદિરના પ્રસાદના ઘી સપ્લાયર સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો…

એક કંપનીના કર્મચારીઓના નામનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને તિરૂપતિ મંદિર પ્રસાદ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. સ્ક્રીનશોટ શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “આ તે કંપની છે જેને તિરૂપતિ મંદિર માટે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

ટોલનાકા પર દાદાગીરીનો આ વીડિયો ભારતનો નહીં પરંતુ ક્યા દેશનો છે જાણો શું છે સત્ય….

ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયાસ કરતા ઘણા લોકો સાથે ભરેલી પીકઅપ વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વ્યક્તિ વાહન પસાર કરવા માટેના અવરોધને તોડતો પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

વર્ષ 2021ના ભીડના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. એક મોટી સંખ્યામાં ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ એક સ્ટેજ પર ઉભેલા લોકો તરફ ઘક્કા મારતા જોઈ […]

Continue Reading

ઈઝરાયેલના પ્રધાનમંત્રીનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે. 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 2800 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લેબનનની સરકાર અને હિઝબુલ્લાહ બંનેએ આ […]

Continue Reading

કોલકતા બળાત્કારના કેસના વિરોધમાં ડાન્સ કરતી આ મહિલા જાણો કોણ છે….

કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરના બળાત્કાર અને હત્યાના ગુનામાં સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે આ પૃષ્ટભૂમિ પર આ કેસનો વિરોધ નોધવતી એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતામાં બનેલા બનાવના વિરોધમાં ડાન્સ કરી રહેલી આ મહિલા ડોકટર છે.” શું […]

Continue Reading

મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે…

મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો […]

Continue Reading

Fact Check: શું CPI(M) ના ભૂતપૂર્વ મહાસચિવ સ્વર્ગસ્થ સીતારામ યેચુરી ખ્રિસ્તી હતા…? જાણો શું છે સત્ય….

CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ. તસવીરમાં હિન્દીમાં લખેલું બેનર દેખાય છે, “કોમરેડ સીતારામ યેચુરી અમર રહે”, જેની સામે એક શબપેટી છે અને ઘણા લોકો આસપાસ ઉભા છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “સીતારામ યેચુરી ખ્રિસ્તી […]

Continue Reading

ઓસ્ટ્રલિયાના કિમ્બર્લીના મગરનો વીડિયો વડોદરાના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે મન ભરીને વર્ષ્યા છે. એમા પણ ખાસ કરીને વડોદરામાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાણીની અંદર પાંચ મગરના સમૂહને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર આ શખ્સ દ્વારા તેની બહેન સાથે બળાત્કાર કરનારની હત્યા કરી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં […]

Continue Reading

Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ ગત વર્ષે સામુહિક આપઘાત કર્યો હતો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક સાથે સાત સભ્યોની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 […]

Continue Reading

Fake News: જૈન સાધુની દિક્ષા લીધેલા માતા-પુત્રના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દિક્ષાર્થી માતા-પુત્ર સુરતના નહીં પરંતુ બેંગ્લૂરૂ કર્ણાટકના રહેવાસી છે. સુરતના હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક માતા-પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ માતા-પુત્રની બે તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસ્વીર દિક્ષા લીધા પહેલાની અને એક તસ્વીર દિક્ષા લીધા બાદની વાયરલ થઈ રહી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કોંગ્રેસ મુસ્લમાનની પાર્ટી છે તેવું નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ABP ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ એડિટ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી કે તેમના પૂર્વજો મુસ્લિમ હતા અને તેઓ મુસ્લિમ છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એબીપી ન્યુઝની પ્લેટને શેર કરવામાં આવી રહી છે અને જેને શેર કરીનો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં જોવા મળતી પોલીસ રાજસ્થાન પોલીસ છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ભીલવાડા પોલીસની કાર્યવાહની નહીં પરંતુ વર્ષ 2022નો યુપી પોલીસની કાર્યવાહીનો છે. હાલની ભીલવાડાની ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. રાજસ્થાનના ભીલવાડામાં ગત 25 ઓગસ્ટના એક ધાર્મિક સ્થળે ગાયની કાપેલી પૂંછડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઘટના બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ […]

Continue Reading

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

ઈરાની ગેંગના નામે ફરી ચેતવણીનો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 18 સભ્યોની ગેંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા ઈરાની ગેંગને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી, 18 શખ્સો બ્લેન્કેટ વહેંચવાના બહાને આવી લૂંટ ચલાવી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં આવેલા વરસાદ બાદ લોકોને મદદ કરી રહ્યા તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો બાંગ્લાદેશમાં આવેલા પૂરનો છે. જ્યારે મદરેસાના વિદ્યાર્થીઓએ આગળ આવીને પૂરના પાણીમાં પીડિતોને મદદ કરી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ […]

Continue Reading

બાંગ્લાદેશના સતખીરામાં પૂરના સમયની જૂની તસવીર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીર ત્રણ વર્ષ જૂની છે જ્યારે બાંગ્લાદેશના સતખીરામાં પૂર આવ્યું હતું, આ જ તસવીરને બાંગ્લાદેશમાં તાજેતરમાં આવેલા પૂરની તસવીર કહેવામાં આવી રહી છે. તાજેતરમાં, પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અટકી નથી અને કુદરતી આફત એક મોટી સમસ્યા બની ગઈ છે. બાંગ્લાદેશ હવે પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. સતત ચોમાસાના વરસાદ અને વહેતી નદીઓના […]

Continue Reading

ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા બાંગ્લાદેશી મુસ્લિમનો વીડિયો હિન્દુ તરીકે વાયરલ…

વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર બેસીને રડતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશની સ્થિતિ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં […]

Continue Reading

બાસ્કેટ બોલના રેફરી સાથે બનેલી ઘટનાનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 1981ની સોવિયેત યુગની રશિયન ફિલ્મ “Eighth World Wonder” નો છે. ઈન્ટરનેટ પર બાસ્કેટબોલ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.” આ દ્રશ્યને ભીડ તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે. […]

Continue Reading

વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…

કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં  રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચાર બાદનો આ વીડિયો છે..? જાણો શું છે સત્ય….

આ વીડિયો જુલાઈ 2024માં ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી નાસભાગનો છે અને તેનો બાંગ્લાદેશ સાથે કોઈ સંબંધ નથી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને 5 ઓગસ્ટના રોજ દેશમાંથી ભાગી ગયા હતા, સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ સામેના વિરોધના અઠવાડિયા પછી હિંસામાં ફેલાઈ હતી અને તેમના 15 વર્ષના શાસન માટે એક વ્યાપક પડકારમાં વધારો થયો […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો દ્વારા બ્રિટનની રાણીને સલામી આપી હતી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી […]

Continue Reading

કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]

Continue Reading

Fake News: યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીતને વિશ્વમાં શ્રેષ્ઠ જાહેર કર્યું નથી. જાણો શું છે સત્ય…

યુનેસ્કોએ પોતે સ્પષ્ટતા કરી છે કે 2008થી પ્રસારિત થયેલો ઓનલાઈન પ્રચાર માત્ર એક અફવા છે. સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ (UNESCO) એ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

Fake News: શું ખરેખર મહાત્મા ગાંધી ડો બાબાસાહેબઆંબેડકરને નમન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં બાબા સાહેબ આંબેડકરની સામે મહાત્મા ગાંધીને નમન કરેલા જોઈ શકાય છે. […]

Continue Reading

શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું માંથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વ્યક્તિએ તેની બહેનના બળાત્કાર કરનારનું માથું કાપ્યું ન હતું. આ વ્યક્તિ પશુપતિ છે જેણે તેના મિત્ર ગિરીશનું માથું કાપી નાખ્યું હતું કારણ કે ગિરીશ દ્વારા આરોપીની માતા વિરૂદ્ધ કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તાજેતરમાં કપાયેલું માથું હાથમાં લઈ અને પોલીસ સ્ટેશનમાં જઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને […]

Continue Reading

મહિલાઓ માટે ફ્રી રાઈડના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આમાં કોઈપણ મહિલા પોલીસ હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 પર ફોન કરીને ઘરે જઈ શકે છે. પોલીસ વાહન મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે લઈ જશે. મહિલાઓ આ હેલ્પલાઇન નંબરો […]

Continue Reading

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી… જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસામાં હુમલાઓ અને મિલકતોની તોડફોડના અહેવાલો વચ્ચે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાના મુખની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ

અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન […]

Continue Reading

શું ખરેખર કોલકતાની મહિલા ડોકટરનો આ અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યા પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણીની અંતિમ ક્ષણો બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોએ વ્યાપક આક્રોશ અને મૂંઝવણ ઉભી કરી છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતાની આરજી મેડિકલ કોલેજમાં ભોગ […]

Continue Reading

Fake News: શું ખરેખર બાંગ્લાદેશમાં હિન્દુને જીવતા સળગાવી દેવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

બાંગ્લાદેશમાં હિંસાનો એક ખૂબ જ ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મૃતકને પ્રતિમાથી લટકતો અને નિર્દયતાથી મારવામાં આવતો દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, “આ વ્યક્તિ હિંદુ છે અને બાંગ્લાદેશમાં મુસ્લિમોએ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

વિચિત્ર રીતે બનાવેલો આ રસ્તો ભારત દેશનો નથી… જાણો વિચિત્ર રીતે બનાવેલા રસ્તાનું સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહી પરંતુ બલ્ગેરિયાની રાજધાની એક શેરીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં વિચિત્ર રીતે બનાવેલો રસ્તો જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિચિત્ર […]

Continue Reading

શું ખરેખર વરસાદમાં પાણીથી ભીંજાયેલા વાનરનો વીડિયો વાયનાડનો છે…? જાણો શું છે સત્ય….

વાયનાડમાં દુર્ઘટના સ્થળેથી બે બાળ વાનરનો વીડિયો લેવામાં આવ્યો હોવાની માહિતી સાથે વાયરલ થયેલા વીડિયોને વાયનાડની દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ દુરઘટનાના દસ દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. એક વાંદરાનું બચ્ચુ બીજા બાળક વાંદરાને પકડીને વરસાદમાં ભીંજાય ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

લિટન દાસના નામે વાયરલ થઈ રહેલી તસ્વીર એડિટેડ છે… જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં દેખાતી વ્યક્તિ લિટન દાસ નથી. મૂળ ફોટો બ્રિટિશ-બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઇસ્લાહ અબ્દુર-રહેમાન છે, તેઓ મૂળ ફોટોમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસા વચ્ચે, ક્રિકેટર લિટન દાસ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં તેના ઘરમાં આગ લગાડવાની અફવા ફેલાઈ […]

Continue Reading

RSS સ્વયંસેવકોની જૂની તસવીરો ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહી છે…

પૂર પીડિતોની મદદ કરી રહેલા RSS કાર્યકર્તાઓની વાયરલ તસવીરો તાજેતરની વાયનાડની સ્થિતિની નથી, પરંતુ લગભગ 6 વર્ષ પહેલા કેરળની છે, જ્યારે RSS સ્વયંસેવકો કેરળમાં પૂરમાં લોકોને મદદ કરી રહ્યા હતા. આપત્તિમાં લોકોને મદદ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ભીડનો જૂનો વીડિયો હાલમાં એકઠી થયેલી ભીડના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

ભારત-બાંગ્લાદેશ બોર્ડરનો આ વીડિયો હકીકતમાં 2018ના મિલાન મેળાના છે. 6 વર્ષ જૂના વીડિયોનો બાંગ્લાદેશમાં વર્તમાન અશાંતિ સાથે કોઈ સંબંધ નથી. બાંગ્લાદેશમાં અશાંતિના પરિણામે, સોશિયલ મીડિયા વિવિધ પોસ્ટ અને અપડેટથી ભરપૂર છે. કેટલીક તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એક અમારૂ ધ્યાન ખેંચ્યું. વિવાદાસ્પદ વીડિયો ભારત-બાંગ્લાદેશ સરહદ પર લોકોની ભીડ બતાવે છે અને […]

Continue Reading

Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ […]

Continue Reading

આ વીડિયો બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર થતા અત્યાચારનો નથી… જાણો શું છે સત્ય….

વિદ્યાર્થીઓના વિરોધને કારણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો. બાંગ્લાદેશનું વહીવટ હવે બાંગ્લાદેશ આર્મી દ્વારા રચાયેલી વચગાળાની સરકાર દ્વારા લેવામાં આવશે. આ સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસ કરે છે. જેમ આપણે શ્રીલંકામાં જોયું છે તેમ બાંગ્લાદેશમાં પણ દેખાવકારો શેખ હસીનાના નિવાસસ્થાન ગણ ભવનમાં ઘૂસીને મોજ-મસ્તી કરતા અને વસ્તુઓ ચોરી […]

Continue Reading