તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાંદરાને દોરડા વડે બાંધી ઝાડ પર લટકાવીને માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનેલી ઘટનાનો છે આ યુવક પકડાઈ જવો જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાંદરાને દોરડા વડે બાંધી ઝાડ પર લટકાવીને માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ 2017 માં મહારાષ્ટ્ર ખાતે બનેલી ઘટનાનો છે અને એ યુવકને પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મિત્રો આ ભડવો પકડાવો જોઈએ અને એનાં કુલ્લા લાલ થવા જોઈએ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનેલી ઘટનાનો છે આ યુવક પકડાઈ જવો જોઈએ.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર HJ NEWS દ્વારા 20 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક યુવક વાંદરાને બેરહેમીથી મારી રહ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વધુ તપાસમાં અમને આજ ઘટનાના ફોટો સાથેની એક ફેસબુક પોસ્ટ ફૌના પોલીસના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર 18 ડિસેમ્બર, 2017 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વાંદરાને ક્રૂરતાથી મારી રહેલા યુવકનું નામ વસીમ છે અને તેને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અમારી વધુ તપાસમાં અમને આજ ઘટના અંગેની માહિતી સાથેના સમાચાર મિડ-ડે દ્વારા 4 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રાસિરત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વાંદરાને દોરડાથી બાંધીને ઝાડ પર લટકાવી માર મારનાર યુવકના બે વાર જામીન કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાંદરાને દોરડા વડે બાંધી ઝાડ પર લટકાવીને માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ 2017 માં મહારાષ્ટ્ર ખાતે બનેલી ઘટનાનો છે અને એ યુવકને પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો વાંદરાને દોરડાથી બાંધીને ઝાડ પર લટકાવી માર મારી રહેલા યુવાનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context