પોસ્ટમાં જે 15 વર્ષના છોકરાની સ્ટોરી મૂકવામાં આવી છે એ અને પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી હોવાની માહિતી સાથેની એક સ્ટોરી વાયરલ થઈ રહી છે. પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી પરંતુ પોલીસે તેને પકડીને કોર્ટના હવાલે કર્યો તો કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરીને સ્ટોર માલિકને દંડ ફટકારવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manoj Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફ્લોરિડામાં એક 15 વર્ષના છોકરાએ સ્ટોરમાંથી બ્રેડ અને પનીરની ચોરી કરી પરંતુ પોલીસે તેને પકડીને કોર્ટના હવાલે કર્યો તો કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરીને સ્ટોર માલિકને દંડ ફટકારવામાં આવ્યો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં આજ સ્ટોરી ઘણી બધી ભાષાઓમાં વાયરલ થઈ રહી હોવાનું અમને માલૂમ પડ્યું હતું. અમને આજ કહાની એક અંગ્રેજી વેબસાઈટ medium.com પર જોવા મળી હતી. આ વેબસાઈટ પર મોટેભાગે પ્રેરક લઘુકથાઓ પ્રકાશિત કરવામાં આવે છે. આ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાંન આવેલી આ લઘુકથા સાચી છે કે ખોટી એ અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી નહતી. જેના પરથી એ કહેવું મુશ્કેલ છે કે, ખરેખર આ કહાની સાચી છે કે કાલ્પનિક?

Archive

આ વાર્તા ખરેખર સોશિયલ મીડિયા પર સદીઓથી ઘણી જુદી જુદી રીતે ફરતી રહી છે. આમાંથી સૌથી જૂની ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર ફિયોર્લો લા ગાર્ડિયાના સમાયની છે. ફિયોર્લો લા ગાર્ડિયા 1934 થી 1945 સુધી ન્યૂયોર્કના મેયર હતા. આ સમય દરમિયાન જ યુનાઇટેડ સ્ટેટ્સે તેના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીનો અનુભવ કર્યો હતો. અહીંથી વાર્તા શરૂ થાય છે. ઓક્ટોબર 1935 માં એક વૃદ્ધ મહિલાને પોલીસે પકડી અને ન્યૂયોર્કના મેયર લા ગાર્ડિયા સમક્ષ લાવવામાં આવી. પોલીસે મેયરને જણાવ્યું કે, આ વૃદ્ધ મહિલાએ એક દુકાનમાંથી બ્રેડ અને માખણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. કારણ પૂછવા પર મહિલાએ કહ્યું કે, તેની પુત્રી બીમાર છે અને બાળક ભૂખથી રડે છે. બાળકોના પિતાએ તેમને છોડી દીધા છે. વૃદ્ધ મહિલાએ મેયરને કહ્યું કે, મેં બાળકોની ભૂખ સંતોષવા ચોરી કરી છે. આ સાંભળીને મેયર લા ગાર્ડિયાએ પોલીસને $ 10 (કેટલાક કિસ્સાઓમાં 50 સેનેટ) નો દંડ ભરવાનો આદેશ આપ્યો. મેયરે પોતાના ખિસ્સામાંથી 10 ડોલર નીકાળીને એ વૃદ્ધ મહિલાને આપ્યા અને તેને છોડી મૂકવામાં આવી. એવો દાવો કરવામાં આવે છે કે, આ ઘટના ન્યૂયોર્કના મોટા અખબારોમાં પ્રકાશિત થઈ હતી.

પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સની જાણીતી તથ્ય શોધતી વેબસાઇટ Snopes.com ના જણાવ્યા મુજબ આ વાર્તા તે દિવસના મુખ્ય અખબારોમાં મળી શકી નથી. વળી જેમણે લા ગાર્ડિયાના જીવન વિશે લખ્યું છે તેમણે પણ ક્યાંય આ સ્ટોરી વિશે લખ્યું નથી. આ ઘટનાની એકમાત્ર દસ્તાવેજી 1988 નું પુસ્તક શ્રેષ્ઠ ઉપદેશો છે. તેથી અમને એ સમજાતું નથી કે વાસ્તવિક વાર્તા શું છે?.

પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એક 12 વર્ષના છોકરાનો છે કે જે 2011 માં અમેરિકાના ફ્લોરિડામાં તેના 2 વર્ષના ભાઈની હત્યા અને બીજા ભાઈ સાથે જાતીય શોષણ કરવા બદલ દોષિત સાબિત થયો હતો. આ ઘટના વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: Prosecutor Who Holds Record for Trying “Juveniles as Adults” Heads Trayvon Martin Investigation

2016 માં ઇટલીમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે એ ઘટનામાં એક વ્યક્તિને ચોરી કરવા બદલ સજા વિના જ છોડી મૂકવામાં આવ્યો હતો. એક ગરીબ માણસને એક શોપિંગ મોલમાંથી ચીઝ અને સોસેજની ચોરી કરતા નિર્દોષ છોડવામાં આવ્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે, ભૂખ સંતોષવા માટે વધુ ખર્ચ ન થાય તે ખોરાકની ચોરી કરવી ખોટું નથી.

BBC | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે 15 વર્ષના છોકરાની સ્ટોરી મૂકવામાં આવી છે એ અને પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બ્રેડ અને પનીર-ચોરીના નામે ભ્રામક વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False