Fake Check: આમ આદમી પાર્ટીના નામે ખોટો પત્ર સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સોશિયલ મિડિયાનો આ પત્ર આમ આદમી પાર્ટી બહાર પાડવામાં નથી. તેમના નામે કોઈ દ્વારા દુરપ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ અંગે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ જ પૃષ્ટ ભૂમિને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. દરમિયાન એક પત્રિકા વાયરલ થઈ રહી છે.

જેમાં શીર્ષકમાં લખવામાં આવ્યુ છે કે ‘કેજરીવાલ ની ગેરંટી

આ સાથે 7 મુદ્દા પણ લખવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

1. દરેક મોલવીને મહિને 10,000 રૂપિયાના વેતનની ગેરંટી.

2.દરેક નાની મસ્જિદ – દરગાહ – મઝારને વાર્ષિક 2 લાખ રૂપિયાની મદદની ગેરંટી.

3.દરેક મદરસાને મહિને 25,000 રૂપિયાની સહાયની ગેરંટી.

4.હજયાત્રીઓને હજ માટે 100% સબસિડીની ગેરંટી.

5.લઘુમતી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ વિનામુલ્યે કાયદેસર કરી આપવાની ગેરંટી.

6.લઘુમતી સમાજના ઉત્થાન માટે નાના વ્યાપારીઓને 0% વ્યાજદરે 10 લાખ રૂપિયા સુધીની સરળ લોન આપવાની ગેરંટી.

7. લઘુમતી સમાજના બાળકો માટે ઉચ્ચ શિક્ષા મેળવા 5 લાખ રૂપિયા સુધીની લોન 0% વ્યાજદરે આપવાની ગેરંટી.

આ પત્રને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amir Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 November 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે આમ આદમી પાર્ટીના સોશિયલ મિડિયા એકાઉન્ટની તપાસ કરી હતી. દરમિયાન અમને આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આમ આદમી પાર્ટીના નામે ફેક પત્રિકાઓ છાપી દુષ્પ્રચાર કરતા ભ્રષ્ટ ભાજપના અસામાજિક ગુનેગાર તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. સત્યમેવ જયતે.” 

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આમ આદમી પાર્ટીને બદનામ કરવા હાર ભાડી ગયેલી ભાજપા સરકાર દ્વારા આ ષડયંત્ર રચી ખોટો અને દુષ્ટપ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પત્રિકા અમે છપાવી નથી આ પત્રિકા આમ આદમી પાર્ટીને બદનામ કરવા વાયરલ કરવામાં આવી રહી છે. લોકોએ આ પ્રકારની ભ્રામક્તાથી દૂર રહેવા વિંનતી છે. આ અંગે ચૂંટણી કમિશ્નરને તેમજ ગુજરાતના ડીજીપીને ફરિયાદ પણ કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયાનો આ પત્ર આમ આદમી પાર્ટી બહાર પાડવામાં નથી. તેમના નામે કોઈ દ્વારા દુરપ્રચાર કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ અંગે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: આમ આદમી પાર્ટીના નામે ખોટો પત્ર સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False