
Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. जय जय श्री राम जब इस को कोरोना हुआ था तब इसके जल्द ही स्वस्थ होने के लिए मंदिरो मे आरती..यग..सुंदर काण्ड का उखंड पाठ हो रहा था…और ये ठीक होने के बाद चादर जढानें हाजी अली की दरगाह गया… So sad… Boycott कौन बनेगा करोडपति” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિતાભ બચ્ચન કોરોના બિમારી માંથી સ્વસ્થ થઈ અને અજમેર દરગાહ ચઢાવવા ગયા હતા.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને INDIA TODAY નો વર્ષ 2011નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, અમિતાભ બચ્ચન 4 જૂલાઈ 2011ના અજમેરમાં દરગાહની મુલાકાતે ગયા હતા. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શેર કરવામાં આવ્યો હતો.
ઝૂમ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તારીખ 6 જૂલાઈ 2011ના અમિતાભ બચ્ચનની આ મુલાકાતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હત. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ હાલમાં અમિતાભ બચ્ચન દ્વારા હાલમાં અજમેરમાં દરગાહની મુલાકાત લીધી હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2011નો છે. હાલમાં અમિતાભ બચ્ચન દ્વારા અજમેરમાં દરગાહની મુલાકાત લીધી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર અમિતાભ બચ્ચન કોરોના માંથી સ્વસ્થય થયા બાદ અજમેર દરગાહ પર ગયા હતા.? જાણો શું છે સત્ય.
Fact Check By: Yogesh KariaResult: False
