શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઘા બોર્ડર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 56 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો તારીખ 2 જૂન 2016ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મુખ્યમંત્રી કેસીઆર દ્વારા હૈદરાબાદમાં સૌથી મોટો ભારતીય સૌથી મોટો ધ્વજ ફરકાવાવવામાં આવ્યો.” જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

NDTV દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ ન્યુઝ 18 દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો. 

NEWS18 | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાબાબોર્ડરનો નહિં પરંતુ વર્ષ 2016નો હૈદરાબાદનો આ વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False