
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ પર હુમલો કરીને ઉઠાવી લઈ જઈ રહેલા વાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આ્વ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ AI ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 8 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘનો સિક્યુરિટી ગાર્ડ પર હુમલો… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો PIB Maharashtraના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા 7 નવેમ્બર, 2025ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “વાયરલ થઈ રહેલો વીડિયો AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી ગેસ્ટ હાઉસ વિસ્તારમાં વાઘે કોઈપણ વ્યક્તિ પર હુમલો કર્યો નથી. આવા ગેરમાર્ગે દોરતા AI-જનરેટેડ વીડિયો લોકોમાં બિનજરૂરી ભય પેદા કરી શકે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, આવું કોઈપણ કંટેન્ટ શેર કે ફોરવર્ડ ન કરો “.
ઉપરાંત ચંદ્રપુર જિલ્લા માહિતી કાર્યાલયે ટ્વિટ કરીને વાયરલ વીડિયોને નકારી કાઢતાં એવું લખ્યું કે, “બ્રહ્મપુરી વન વિભાગના એક રેસ્ટ હાઉસમાં વાઘ એક માણસ પર હુમલો કરતો હોય તેવો વીડિયો નકલી છે અને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવવામાં આવ્યો છે”.
વધુમાં divyamarathi.bhaskar.com તેમજ navbharattimes.indiatimes.com દ્વારા પણ આ વીડિયો AI ટેકનોલોજીથી બનાવ્યો હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ચંદ્રપુર જિલ્લા માહિતી કાર્યાલયે તેના સત્તાવાર બ્લોગ પર વિગતવાર સમજૂતી આપતા કહ્યું, “વન વિભાગની માહિતી અનુસાર, સંબંધિત વીડિયો સંપૂર્ણપણે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી બનાવવામાં આવ્યો છે. જોકે તાજેતરના સમયમાં બ્રહ્મપુરી વિસ્તારમાં માનવ-વન્યજીવ સંઘર્ષની કેટલીક ઘટનાઓ બની છે, પરંતુ આ નકલી વીડિયોનો તેની સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત, મુખ્ય વન સંરક્ષક (પ્રો.) આર. એમ. રામાનુજમે જણાવ્યું હતું કે, વિભાગે આ વીડિયો બનાવનારા અને પ્રસારિત કરનારા લોકોની ગંભીર નોંધ લીધી છે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા ખોટા અને ભ્રામક વીડિયો પર વિશ્વાસ ન કરવો જોઈએ.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આ્વ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ AI ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે સિક્યુરિટી ગાર્ડ પર વાઘે કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False


