શું ખરેખર દરિયામાં બોટ ડૂબવાનો આ વીડિયો મુંબઈના અલીબાગનો છે…? જાણો શું છે સત્ય.

રાષ્ટ્રીય I National સામાજિક I Social

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અરબી સમુદ્રમાં મુસાફરોથી ભરેલી બોટ નેવીની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બોટ ડૂબતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો મુંબઈનો છે, જ્યાં બોટ ડૂબવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો મુંબઈનો છે, જ્યાં બોટ ડૂબવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 4 ઓક્ટોબર 2024ના ન્યુઝ એજન્સી એસોસિએટ પ્રેસની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “લોકોથી ભરેલી એક બોટ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કિવુ તળાવમાં પલટી ગઈ, જેમાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા હતા.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને ચીન ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક આફ્રિકાની યુટ્યુબ ચેનલ પર પણ અમને વાયરલ થઈ રહેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. અહીં પણ તેને કોંગોમાં બનેલી ઘટના તરીકે વર્ણવવામાં આવી હતી. 

તેમજ અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર બીબીસી ગુજરાતી દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 4 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

તેમજ થોડો સમય પહેલા આ વીડિયો ગોવાના નામથી પણ વાયરલ થયો હતો. જેની પણ પડતાલ ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કરવામાં આવી હતી. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના અલીબાગ પાસે બનેલી બોટ દુર્ઘટનાનો નહીં પરંતુ કોંગો ખાતે બનેલી દુર્ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર દરિયામાં બોટ ડૂબવાનો આ વીડિયો મુંબઈના અલીબાગનો છે…? જાણો શું છે સત્ય.

Written By: Frany Karia  

Result: False