
સમગ્ર લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના થયા હતા. જેમાં હિઝબુલ્લાના તમામ લિડરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેનો આરોપ ઇઝરાયેલ પર લગાવવામાં આવ્યો હતો. આ વચ્ચે ચાલતા વાહનમાંથી રેકોર્ડ કરાયેલા એક વિશાળ રોડસાઇડ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ થયેલા સોલાર બ્લાસ્ટનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ થયેલા સોલાર બ્લાસ્ટનો આ વીડિયો છે.”
https://archive.org/details/fb-video_20241004
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 19 ફેબ્રુઆરી 2024 લેબનીઝ ટેલિવિઝન ન્યૂઝ ચેનલ અલ જાદીદ ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલી 20-મિનિટ લાંબી ક્લિપ પ્રાપ્ત થઈ હતી. હવાઈ હુમલાઓ અને બોમ્બમારો દર્શાવતી વીડિયોના આ સંકલનમાં ત્રણેયની આસપાસ વાયરલ ક્લિપ દર્શાવવામાં આવી હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને એક ન્યુઝ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ક્લિપ લેબનોનના દરિયાકાંઠાના શહેર સિડોનની છે, જ્યાં ઇઝરાયેલી એરફોર્સે હિઝબુલ્લાહના હથિયારોના વેરહાઉસ પર હવાઈ હુમલા શરૂ કરી દિધા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ ફેબ્રુઆરી 2024નો છે. આ વીડિયોને હાલના સોલાર બ્લાસ્ટ તેમજ પેજર બ્લાસ્ટ જોડે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
