
જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ ગોલ્ડી બરારના ને લઈ છેલ્લા ત્રણ દિવસથી મોટા સમાચાર આવી રહ્યા છે. મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો હતો. આ પછી, ત્યાંથી તે પંજાબમાં જુદા જુદા ગુનાઓને અંજામ આપવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોલ્ડી બરારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.“
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોલ્ડી બરારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આજતક દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “અમેરિકન પોલીસે ગોલ્ડી બરારની હત્યાના દાવાને ફગાવી દીધા છે. પોલીસનું કહેવું છે કે તેઓ પુષ્ટિ કરી શકે છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તે ગોલ્ડી બરાર ન હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ડેકન હેલાર્ડ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કેલિફોર્નિયામાં ગોળીબારમાં માર્યા ગયેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાર જીવિત છે. ફ્રેસ્નો પોલીસના લેફ્ટનન્ટ વિલિયમ જે ડૂલીએ જણાવ્યું હતું કે, “જો તમે ગોળીબારનો ભોગ બનનાર ‘ગોલ્ડી બરાર’ હોવાનો દાવો કરતી ઓનલાઈન ચેટરને કારણે પૂછપરછ કરી રહ્યા છો, તો અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ બિલકુલ સાચું નથી.” “સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ એજન્સીઓ પર ખોટી માહિતી ફેલાવવાના પરિણામે અમને આજે સવારે વિશ્વભરમાંથી પૂછપરછ મળી છે. અમને ખાતરી નથી કે આ અફવા કોણે શરૂ કરી હતી, પરંતુ તે પકડાઈ ગઈ અને જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. પરંતુ ફરીથી, તે નથી. પીડિત ચોક્કસપણે ગોલ્ડી નથી,” તેમણે ઉમેર્યું. કેટલાક ભારતીય મીડિયા આઉટલેટ્સે ગઈ કાલે અહેવાલ આપ્યો હતો કે પંજાબી રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ ઈન્ડો-કેનેડિયન બરારને યુએસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
તેમજ તમારે વધુ આ વાતને સમજવુ હોય તો તમે ક્રાઈમ તકના સિનિયર પત્રકાર શમ્સ તાહિર ખાન દ્વારા સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી આપી હતી. અમેરિકા પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેડલી નામના વ્યક્તિનું મોત થયુ છે. ગોલ્ડીનું નહીં એક સરખા નામના કારણે આ અફવા ફેલાઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ફ્રેસ્નો પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ ઘટનામાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિની વિગત અને ફોટો પ્રકાશિત કર્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગોલ્ડી બરારની હત્યા નથી થઈ, અમેરિકા પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેડલી નામના વ્યક્તિનું મોત થયુ છે. ગોલ્ડીનું નહીં એક સરખા નામના કારણે આ અફવા ફેલાઈ હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરારની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
