
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, બે પક્ષ દ્વારા એક બીજા તરફ ખુરશીઓ ઉછાડવામાં આવી રહી છે. તેમજ અમુક લોકો દ્વારા કેસરી ટોપી અને ખેસ પણ ધારણ કરવામાં આવેલો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભાજપાની મિટિંગ દરમિયાનનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભાજપાની મિટિંગ દરમિયાનનો છે.”
Facebook | Fb post Archive | Fb Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને UUUfacts નામની યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. તમિલ ભાષામાં શીર્ષક આપવામાં આવ્યુ હતુ કે, ‘ચાલો ખુરશી માટે લડીએ. શું આપણે ખુરશીઓ ફેંકીને લડી શકીએ.?’
જ્યારે અમે વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો તો અમે જોઈ શક્યા કે સ્ટેજના બેનરો પર ‘ન્યૂઝ 18’ અને કેટલાક તમિલ અક્ષરો લખેલા હતા. વધુ શોધ પર, અમને જાણવા મળ્યું કે, ન્યૂઝ 18 તમિલનાડુ રાજ્યના વિવિધ શહેરોમાં “મક્કલ સભા” નામની ચર્ચાઓની શ્રેણી ચલાવી રહ્યું છે. ન્યૂઝ 18 તમિલનાડુએ 6 એપ્રિલ, 2024ના રોજ કાંચીપુરમમાં મક્કલ સભાનું આયોજન કર્યું હતું. ટીવી ચેનલે “લાઈવ: મક્કલ સબાઈ | મેકિંગ યુથ 2024 – લગ્ન ક્યાં છે ?” નો કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને Thecommunemag.com નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, News18 તમિલનાડુએ 6 એપ્રિલ, 2024 ના રોજ ઉમા મુરૂગન મહેલ, કાંચીપુરમ ખાતે “મક્કલ સભા” નામની લાઈવ ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં ડીએમકેના ધારાસભ્ય એહિલરસન, ભાજપ તરફથી ડો.એસ.જી. સૂર્યા અને CPM તરફથી ભારતથી વગેરેએ કાર્યક્રમનું આયોજન કરતા પત્રકાર બાલવેલ ચક્રવર્તી સાથે ભાગ લીધો હતો.
ચર્ચાએ એક અણધાર્યો વળાંક લીધો કારણ કે નેતાઓએ ઉગ્ર દલીલો કરી હતી જેણે પ્રેક્ષકોને ઉશ્કેર્યા હતા, ખાસ કરીને ડીએમકે અને ભાજપના સમર્થકો વચ્ચે. વીડિયોમાં શારીરિક ઝઘડો જોઈ શકાય છે જેમાં અથડામણ વચ્ચે એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી.

તેમજ આ અહેવાલમાં બીજેપી નેતા એસજી સૂર્યાનું ટ્વીટ પણ શેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે: “ડીએમકે વિચારોનો વિરોધ કરવા માટે શક્તિહીન છે. આજે કાંચીપુરમમાં “પીપલ્સ એસેમ્બલી” કાર્યક્રમ દરમિયાન ડીએમકેના ગુંડાઓએ ભાજપના સભ્યો પર હુમલો કર્યો. ખુરશીઓ ફેંકીને અને ત્રીજા વર્ગના શબ્દોનો ઉપયોગ કરીને ડીએમકેના ધારાસભ્ય શ્રી એઝિલારાસનની સામે અસભ્યતા.”
વાયરલ વીડિયો અને ન્યુઝ18 તમિલનાડુ દ્વારા પ્રકાશિત વીડિયો વચ્ચેની સમાનતા તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થશે કે આ ભાજપાની મિટિંગનો નહીં પરંતુ ન્યુઝ ચેનલ દ્વારા આયોજિત ડિબેટનો વીડિયો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભાજપાની મિટિંગનો નહીં પરંતુ ન્યુઝ18 તમિલનાડુ દ્વારા આયોજિત ડિબેટ કાર્યક્રમ દરમિયાનનો છે. જેમાં ડીએમકે અને ભાજપાના કાર્યકરો વચ્ચે સંઘર્ષ થયો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભાજપાની મિટિંગમાં નહીં પરંતુ એક ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટમાં હોબાળો થયો હતો.. જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
