સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી સાથેના સમાચાર નવજીવન દ્વારા 29 માર્ચ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NCPI)એ આ મામલે સ્પષ્ટતા કરી છે. NCPI દ્વારા એક નિવેદન જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે યુ.પી.આઈ. પેમેન્ટ (UPI Payment) નો ઉપયોગ સંપૂર્ણ પણે મફત અને ઝડપી તેમજ સુરક્ષિત છે. દર મહિને યુ.પી.આઈ. દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે 8 અબજથી વધારે રૂપિયાના વ્યવહારો કરવામાં આવે છે.
અમારી વધુ તપાસમાં અમને NCPI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. પરંતુ પ્રીપેડ વૉલેટ દ્વારા કરવામાં આવેલા યુ.પી.આઈ. પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે અને તે ગ્રાહકોને અસર કરશે નહીં કારણ કે, આ ચાર્જ 1 ટકા કરતા ઓછો છે.
UPI Chalega નામના વધુ એક સત્તાવાર ટ્વિટર પર પણ આ બાબતે સ્પષ્ટતા કરતી ટ્વિટ કરવામાં આવી હતી કે, UPI ટ્રાન્જેક્શન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી. તે સંપૂર્ણપણે ફ્રી જ છે.
આજ માહિતીની સ્પષ્ટતા સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. iamgujarat.com | indiatoday.in
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. પરંતુ પ્રીપેડ વૉલેટ દ્વારા કરવામાં આવેલા યુ.પી.આઈ. પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે અને તે ગ્રાહકોને અસર કરશે નહીં કારણ કે, આ ચાર્જ 1 ટકા કરતા ઓછો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
