જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સમયે ઉભા ન થયેલા ગૌતમ અદાણીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા થયા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા ન થયા હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગૌતમ અદાણી ઉભા થયા એ પહેલાંનો છે વાસ્તવમાં તે ઉભા થયા હતા. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હાજર સૌ ઊભા છે , સિવાય એક ,કેમ ??. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા થયા ન હતા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો સંપૂર્ણ વીડિયો નરેન્દ્ર મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 09 ડિસેમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે 1.50 મિનિટ પછી જોઈ શકો છો કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજસ્થાની શાફો પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે ત્યારે બદા જ લોકો ઉબા થઈને તાળીઓ પાડી રહ્યા છે. તો બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ થોડી વારમાં ઉભા થઈને તાળીઓ પાડતા તમે જોઈ શકો છો.  

આ કાર્યક્રમ રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો જેનું નામ Rising Rajasthan Global Investment Summit રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Doordarshan National | Live First

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા ન થયા હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ગૌતમ અદાણી ઉભા થયા એ પહેલાંનો છે વાસ્તવમાં તે ઉભા થયા હતા. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સમયે ઉભા ન થયેલા ગૌતમ અદાણીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False