પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. 104 નંબર ફક્ત આરોગ્ય લક્ષી જાણકારી મેળવવા માટે છે. ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે ખાસ નંબર બનશે. ‘બ્લડ ઓન કોલ’ સેવાનુ નામ છે. આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ.મી.ની ત્રિજ્યામાં ચાર ક્લાકની અંદર રક્ત પહોંચવાડવામાં આવશે જેનો ચાર્જ 45Rs. બોટલ દિઠ અને પરીવહન માટે Rs.100/- આપવાના રહેશે. પ્લીઝ આ સંદેશને આગળ મોકલો જેથી, આ સુવિધા દ્વારા ઘણા જીવન બચાવી શકાય છે. આ સંદેશને અન્ય ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી, અન્ય વ્યક્તીને મદદ રૂપ બની શકે અને મુશ્કેલીના સમયે ઉપયોગમાં લઈ શકાય.” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 104ની ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી છે. જેનાથી લોકોને તાત્કાલિક બ્લડ મળી રહેશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા 104ની ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી છે. જેનાથી લોકોને તાત્કાલિક બ્લડ મળી રહેશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને વર્ષ 2017નો દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “વર્ષ 2017માં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન હેઠળ 104ની સેવા શરૂ કરી હતી. જે અંતર્ગત તાવ, શરદી, ઝાડા, ઉલટીથી દર્દીની હાલત ગંભીર હોય ત્યારે 104 પર કોલ કરી તાત્કાલિક મેડિકલ સેવાનો લાભ મેળવી શકાતો હતો. જેમાં આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરે પહોંચીને બ્લડ સ્લાઈડ દ્વારા મેલેરિયા સહિતની ચકાસણી કરતી હતી.”
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે 104 નંબર પર કોલ કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સરકારની આરોગ્ય હેલ્પલાઈનનો આ નંબર છે. આ નંબર પરથી બ્લડમળી રહેશે તે માહિતી તદ્દન ખોટી છે. આ નંબર ફક્ત લોકોને આરોગ્ય અંગે માહિતી આપવા માટે કાર્યરત છે.”
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે રક્ત પરિવહનની કોઈ સેવા શરૂ કરી નથી. જો કે, તમને 104 નંબર પર કોલ કરવાથી એ માહિતી જરૂર મળશે કે હાલમાં તમને રક્ત નજીકમાં ક્યાંથી મળી રહેશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. 104 નંબર ફક્ત આરોગ્ય લક્ષી જાણકારી મેળવવા માટે છે. ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
