
અમદાવાદ પ્લેન દૂરઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયુ હતુ. આ વચ્ચે તમામ લોકોના મૃતદેહ ભળથુ થઈ ગયા હતા. જેમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહની ઓળખ ડીએનએની મદદથી કરવામાં આવી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ વીડિયોમાં જોવા મળતો મૃતદેહ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ વીડિયોમાં જોવા મળતો મૃતદેહ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 7 જૂન 2025ના આ જ વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ઈજિપ્તના બ્લેક મમ્મીનો વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને nofret_egypt_ નામના ઈન્સટાગ્રામ પેજ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ઈજિપ્તના બ્લેક મમ્મીનો છે તેમજ આ વીડિયો સાથે એ પણ માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદમાં મૃત્યુ પામેલા લોકોનો મૃતદેહનો આ વીડિયો નથી.
તેમજ 13 ઓક્ટોબર 2014ના પ્રકાશિત એક અહેવાલમાં પણ વાયરલ વીડિયોમાંના મમ્મીનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેનાથી સાબિત થાય છે કે આ વીડિયોને હાલની ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહનો નહીં પરંતુ ઈજપ્તના મ્યુઝિમમાં મુકવામાં આવેલા એક મમ્મીનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ સીએમ રૂપાણીના મૃતદેહનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
