શું ખરેખર ઉત્તરાખંડના હરિદ્વારમાં બરફ વર્ષા થઈ તેના વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ પર બરફના કરા પડતા જોઈ શકાય છે. બરફના કરા પડતા લોકો આશરો મેળવવા દોડા-દોડી કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હરિદ્વારમાં પડેલા બરફ વરસાદનો આ વીડિયો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હરિદ્વારમાં પડેલા બરફ વરસાદનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને અન્ય ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પરઆ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો મધ્યપ્રદેશના શાજાપુરમાં થયેલી બરફ વર્ષાનો છે.”

https://www.instagram.com/reels/DUA4qyTknEp

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ 18 ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર આ જ માહિતી પ્રાપ્ત થઈ હતી, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શાજાપુરમાં કરા અને વરસાદથી ઠંડીમાં વધારો, બરફ પ્રેમીઓ ખુશ.”

તેમજ વધુ સર્ચ કરતા સ્થાનિક પલપલ ન્યુઝ દ્વારા આ વીડિયોને શેર કરીને આ જ માહિતી આપવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.instagram.com/reel/DUDKM3uEwXC/

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો હરિદ્વારમાં પડેલી બરફ વર્ષાનો નથી, પરંતુ મધ્યપ્રદેશના શાજાપુરમાં પડેલા કરાનો છે. જેને હરિદ્વારના નામે ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ઉત્તરાખંડના હરિદ્વારમાં બરફ વર્ષા થઈ તેના વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False