શું ખરેખર કુતરા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુનાનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના પુના શહેરનો નહીં પરંતુ પંજાબના જલંધર શહેરનો છે. પુણે શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શેરીમાં રખડતા 4-5 કુતરાઓ એક મહિલા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા પર કુતરાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો પુના શહેરનો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા પર કુતરાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો પુના શહેરનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જલંધરના વડાલા ચોક પાસે એક દુ:ખદ ઘટના બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલા વહેલી સવારે ગુરૂદ્વારા જઈ રહી હતી ત્યારે 7-8 રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને હાલમાં તે કોમામાં છે.”

તેમજ આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મહિલા જલંધરના ગુરૂદ્વારાથી પરત ફરી રહી હતી. આ દરમિયાન 7-8 જેટલા રખડતા કૂતરાઓએ મહિલા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.” 

India Today | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના પુના શહેરનો નહીં પરંતુ પંજાબના જલંધર શહેરનો છે. પુણે શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર કુતરા દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુનાનો છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False