ઈઝરાયેલના પ્રધાનમંત્રીનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે.

17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 2800 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના સભ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. લેબનનની સરકાર અને હિઝબુલ્લાહ બંનેએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતુ. 

આ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો લેબનોનમાં પેજર વિસ્ફોટો પર ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની પ્રતિક્રિયાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો લેબનોનમાં પેજર વિસ્ફોટો પર ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની પ્રતિક્રિયાનો છે.”

https://archive.org/details/fb-video_20240923

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ફેસબુક પર આ વીડિયો 11 માર્ચ 2021ના અપલોડ કરેલો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

https://fb.watch/uMZX6D8e7p

Archive

તેમજ પીએમ નેત્નયાહૂ દ્વારા આ જ કારમાં આ કપડા પહેરેલો લાઈવ વીડિયો પણ ફેસબુક પર તે જ દિવસનો જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/share/v/rH2qnaMvEQog7QhY

ઇઝરાયેલી ન્યૂઝ આઉટલેટ કિકરમાં માર્ચ 2021ના અહેવાલમાં પણ આ વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ નેતન્યાહુ ચૂંટણી પહેલા દેશભરમાં પ્રવાસ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોમાં નેતન્યાહૂ પોતાની પાર્ટી લિકુડનું રાષ્ટ્રગીત વગાડી રહ્યા હતા. 

Archive 

તેમજ પીએમ બેન્જામીન નેત્નયાહૂ દ્વારા પણ આ વીડિયોને તેમના ટિકટોક એકાઉન્ટ પર 11 માર્ચ 2021ના શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રધાનમંત્રી નેતનયાહુના આ વીડિયોને લેબનોનમાં 17 સપ્ટેમ્બરના થયેલા પેજર બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2021નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)