
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારની પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે નહીં પરંતુ 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મૈથિલી ઠાકુર, એક પ્રખ્યાત લોક ગાયિકા છે જેમણે તાજેતરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને ભારતના બિહારમાં વિધાનસભાના સૌથી યુવા સભ્ય (ધારાસભ્ય) બનવા માટે ચૂંટણી જીતી છે. 🎶🗳️🇮🇳
મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર તરીકે અલીનગર મતવિસ્તારમાંથી બેઠક જીતી હતી. 🏆🎉🚩
રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેણી તેના ગાયન માટે, ખાસ કરીને પરંપરાગત મૈથિલી, ભોજપુરી અને હિન્દી ગીતો માટે વ્યાપકપણે લોકપ્રિય હતી. 🎤🎼🌟
હિન્દીમાં છબી પરનો ટેક્સ્ટ એક ફિલ્મ અભિનેત્રીના ધારાસભ્ય બનવા અને “સનાતન ધર્મ” ના પ્રતિનિધિના વિજયના જાહેર સ્વાગતની વિરુદ્ધ એક નિવેદનમાં અનુવાદ કરે છે, જે સામાજિક ટિપ્પણી સૂચવે છે. 💬🤔📜
તેણીનો વિજય એક મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે, જે રાજ્યમાં લોક કલાકારથી યુવા રાજકીય નેતા સુધીની તેમની સફરને પ્રકાશિત કરે છે. 🚀🌟👑. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેની માહિતીને ગૂગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને punjabkesari.in દ્વારા 14 નવેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં દરભંગા જિલ્લાની અલીનગર બેઠક એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની. જ્યાં પ્રખ્યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુરે પ્રથમ વખત ચૂંટણી લડી, NDA સમર્થિત ભાજપ ટિકિટ પર જંગી જીત મેળવી.

અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.in | navbharattimes.indiatimes.com
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર સર્ચ કરતાં અમને ત્યાં પણ મૈથિલી ઠાકુરની ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં Boldsky નામની એક સત્તાવાર સમાચાર ચેનલ દ્વારા પણ મૈથિલી ઠાકુર 25 વર્ષની ઉંમરમાં ચૂંટણી જીતી હોવાની માહિતી આપવામાં આવી છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, મૈથિલી ઠાકુર 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે નહીં પરંતુ 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult:Missing Context


