
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 35 કરોડ રુપિયાના ચેકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચેકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે અને આ પહેલાં પણ આ ફોટો ઘણી વાર વાયરલ થઈ ચૂક્યો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક ટ્વિટર યુઝર દ્વારા વર્ષ 2016 માં કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીને આ રકમ આપવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
અમે ધ્યાનથી આ બંને ચેકનું નિરીક્ષણ કરતા બંને ચેક એક જ હોવાનું જાણવા મળ્યું હતું. બંને વચ્ચેની સમાનતા અમે તમને બતાવીએ.
- બંને ચેકમાં એક્સિસ બેંકની શાખાનું નામ એક જ છે. બંને ચેકમાં બેંકની શાખાનું નામ ચાવડી બજાર ન્યુ દિલ્હી લખવામાં આવ્યુ છે.
2. બંને ચેકમાં એકાઉન્ટર નંબર પણ એખ સરખા જ છે.
3. બંને ચેકના ચેક નંબર 119289 110211108 000460 29 એક જ છે.
4. બંને ચેકમાં રકમ પણ 35 કરોડ રૂપિયા છે. જે એખ સરખી જ છે.
5. ચેકમાં ખાતા ધારકનું નામ GLAMOR STEELS PRIVATE LIMITED। દર્શાવવામાં આવ્યુ છે.
તેમજ અમે વિજય માલિયાના ઓરિજનલ હસ્તાક્ષર સાથે ચેકમાં કરવામાં આવેલા હસ્તાક્ષરની સરખામણી કરતા બંને અલગ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એ Alt News દ્વારા વર્ષ 2021 માં આજ દાવાની સત્યતા ચકાસવામાં આવી હતી તેની થંબ ઈમેજનો છે. જેમાં તમે Alt News નો સિમ્બોલ પણ જોઈ શકો છો.
વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં પણ આ ચેક આજ દાવા સાથે વાયરલ થયો હતો. જેની પડતાલ પણ અમારી મરાઠી (FACTCRESCENDO MARATHI) ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચેકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે અને આ પહેલાં પણ આ ફોટો ઘણી વાર વાયરલ થઈ ચૂક્યો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો વિજય માલ્યાએ લંડન જતાં પહેલાં ભાજપને 35 કરોડ રુપિયાનો ચેક આપ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
