
ચક્રવાત ફેંગલની અસરથી સમગ્ર તમિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. આની વચ્ચે, રસ્તાઓ પર ભારે વરસાદી પાણીનો ભરાવો અને વાહનોને વિક્ષેપ પાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચેન્નાઈના મરીના બીચનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચેન્નાઈના મરીના બીચનો છે.”
https://archive.org/details/fb-video_20241206
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી વાયરલ વીડિયોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન વાયરલ વીડિયો અમને 3 જુલાઈના રોજ અપલોડ કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ તરફ દોરી ગયો હતા જેમાં જેદ્દાહ શહેરમાં ભારે વરસાદ એ જ વાયરલ વીડિયોના કેપ્શન સાથે હતો.
આગળ વધતા, અમને 3 સપ્ટેમ્બર 2024ના ન્યુઝ ફ્લેર દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સાઉદી અરેબિયા: ભારે વરસાદથી જેદ્દાહની શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે.”
અમને 2 સપ્ટેમ્બર 2024ના રોજ જેદ્દાહમાં ભારે વરસાદ વિશે ન્યુઝ હેડલાઈન્સ મળી. તેના પરિણામે અચાનક પૂર આવ્યું, જેના કારણે વ્યાપક વિક્ષેપ થયો. પૂરના કારણે શાળાઓ અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પૂર દરમિયાન ઓછામાં ઓછા 5 લોકોએ જીવ ગુમાવ્યા, જે પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે. સાઉદી પ્રેસ એજન્સીની વેબસાઈટ પરથી એક સૂચનાએ પુષ્ટિ કરી છે કે જેદ્દાહમાં 2 સપ્ટેમ્બરે ભારે વરસાદ થયો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પૂરગ્રસ્ત વિસ્તારનો આ વાયરલ વીડિયો સાઉદી અરેબિયાના જેદ્દાહનો છે, તેને ચેન્નાઈ સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સાઉદી અરેબિયાના વીડિયોને ચેન્નાઈના મરીના બીચના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
