તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પ્રતિમાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિરાટ કોહલીની કોઈ વાસ્તવિક પ્રતિમાનો નહીં પરંતુ CGI ટેકનોલોજી થકી ડ્યૂરોફ્લેક્સ મેટ્રેસ કંપની દ્વારા બનાવવામાં આવેલી એક એડવર્ટાઈઝનો વીડિયો છે . આ વીડિયોને વાસ્તવિક પ્રતિમા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમેરિકામાં વિરાટ કોહલી છવાયો, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં વિરાટ કોહલીની મોટી પ્રતિમા જોવા મળી .... આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને બેડિંગ કંપની ડ્યુરોફ્લેક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. સ્ટાર ક્રિકેટરે પગમાં ક્રિકેટ પેડ પહેર્યું છે અને હાથમાં બેટ પકડ્યું છે, તે 23 જૂન, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

https://twitter.com/Duroflex_world/status/1804886130338271638

Archive

આ પોસ્ટના શીર્ષકને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું કે, કૅપ્શનમાં #CGI હેશટેગ દર્શાવવામાં આવ્યું છે. વિરાટ કોહલી 15 મે, 2023 થી ડ્યુરોફ્લેક્સના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની ઘણી પોસ્ટ અને જાહેરાત ઝુંબેશમાં દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયો તેમના કેમ્પેઈન ‘ડ્યુરોફ્લેક્સ ઓન કિંગ્સ ડ્યુટી’ ના ભાગરૂપે બહાર પાડવામાં આવ્યું છે.

unnamed.png

ડ્યુરોફ્લેક્સે આ વીડિયો તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પણ અપલોડ કર્યો, અમે જોયું કે, કેપ્શનમાં #CGIanimation હેશટેગ દર્શાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (CGI) એ એક ટેકનોલોજી છે જે ઈમેજીસ અથવા વીડિયો બનાવવા માટે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરે છે.

unnamed (1).png

Archive

અમને આ અંગે ઇન્ડિયન એક્સપ્રેસનો એક લેખ પણ મળ્યો, જે તમે અહીં વાંચી શકો છો. આ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ તસવીરમાં વિરાટ કોહલીની પ્રતિમા કોઈ વાસ્તવિક નહીં પરંતુ કોમ્પ્યુટર દ્વારા જનરેટેડ ઈમેજ છે.

download.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિરાટ કોહલીની કોઈ વાસ્તવિક પ્રતિમાનો નહીં પરંતુ CGI ટેકનોલોજી થકી ડ્યૂરોફ્લેક્સ મેટ્રેસ કંપની દ્વારા બનાવવામાં આવેલી એક એડવર્ટાઈઝનો વીડિયો છે . આ વીડિયોને વાસ્તવિક પ્રતિમા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અમેરિકાના ન્યૂયોર્ક સ્ક્વેર ખાતે બનાવવામાં આવેલી વિરાટ કોહલીની પ્રતિમાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context