પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહી પરંતુ બલ્ગેરિયાની રાજધાની એક શેરીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં વિચિત્ર રીતે બનાવેલો રસ્તો જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિચિત્ર રીતે બનાવેલા આ રસ્તાનો ફોટો ભારત દેશનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિચિત્ર રીતે બનાવેલા આ રસ્તાનો ફોટો ભારત દેશનો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બલ્ગેરિયન ભાષામાં પ્રકાશિત થયેલા ઘણા સમાચારોમાં આ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, બલ્ગેરિયાની રાજધાનીમાં એક શેરીમાં આવો રસ્તો બનાવવામાં આવ્યો હતો.

btvnovinite.bg | Archive | lifebg.net | Archive

ઉપરાંત, સમાચાર માધ્યમોએ તેમની વેબસાઈટ પર એક વિડિયો પ્રકાશિત કર્યો હતો જેમાં તેઓએ આ રસ્તાના નિર્માણ અંગે રસ્તા પર મુસાફરી કરતા વાહનચાલકોની મુલાકાત લીધી હતી. આ બધા પુષ્ટિ કરે છે કે આ રેલ રોડ ફોટો ભારતનો નથી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતનો નહી પરંતુ બલ્ગેરિયાની રાજધાની એક શેરીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વિચિત્ર રીતે બનાવેલો આ રસ્તો ભારત દેશનો નથી... જાણો વિચિત્ર રીતે બનાવેલા રસ્તાનું સત્ય...

Fact Check By: Frany Karia

Result: False