વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

પાણીપુરી વેચનારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાણીપુરી વેચનાર વાસણમાં એ જ એઠી ચમચી નાખે છે જેનાથી તે પાણીનો સ્વાદ લે છે. પછી તે પોતાના હાથથી વાસણમાં રાખેલા પાણીને ભેળવવા લાગે છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાણીપુરી વેચનાર લોકોને ગંદી પાણીપુરી ખવડાવી રહ્યો છે. જો કે, વીડિયોને અસલી માનવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાણીપુરી વહેચનારનો આ વીડિયો સત્ય ઘટનાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને સંજના ગલરાની નામના ફેસબુક યુઝરના એકાઉન્ટ દ્વારા 8 મેના રોજ અપલોડ કરાયેલો વાયરલ વીડિયો મળ્યો.

પોસ્ટની સાથેના કેપ્શનમાં માહિતી આપવામાં આવી છે કે આ પેજ પર સ્ક્રિપ્ટેડ ડ્રામા અને પેરોડી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. નીચે સંપૂર્ણ વીડિયો જુઓ.

વધુ તપાસમાં, અમે અન્ય વીડિયો માટે તે જ ફેસબુક પેજ સર્ચ કર્યું, જેનાથી સ્પષ્ટ થયું કે આ ફેસબુક પેજ પર આવા વધુ સ્ક્રિપ્ટેડ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જે માત્ર મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યા છે. તમે નીચે આવી બીજી સ્ક્રિપ્ટેડ વીડિયો પણ જોઈ શકો છો.

આ સિવાય આ વીડિયોને 'Ideas Factory' નામના ફેસબુક પેજ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. આ ફેસબુક પેજ પર વાયરલ વિડીયો જેવા સ્ક્રિપ્ટેડ વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો સત્ય ઘટના નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. જે લોકોમાં જાગૃતી ફેલાવવા તેમજ મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:લોકોને ગંદી પાણીપુરી ખવડાવવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે, ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing-Context