તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 200 વર્ષના દાદીનો છે જે હજુ પણ જીવિત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડના એક બૌદ્ધ સંતનો છે જે 109 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ૨૦૦ વરસની દાદી !! આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 200 વર્ષના દાદીનો છે જે હજુ પણ જીવિત છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમતી સર્ચ કરતાં અમને આજ વીડિયો અંગે ઘણા બધા અહેવાલ પ્રાપ્ત થયા હતા. આજ વીડિયો સાથેના સમાચાર અમને newsflare.com દ્વારા 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રાસરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ Phrakhru Akha Chanthasaro છે. તેમનો જન્મ 1912માં થયો હતો અને તેઓ 109 વર્ષના છે.

ડોકટરોએ તેની માતાને કહ્યું હતું કે, તે માત્ર 20 વર્ષની ઉંમર સુધી જીવશે. પરંતુ બૌદ્ધ સાધુએ તેમને ખોટા સાબિત કર્યા અને 109 વર્ષની ઉંમરે પણ તે મજબૂત છે.


વાટ બાન ક્લાંગ મંદિરમાં તેમની પૌત્રી એયુ ઐયારી તેમની સંભાળ રાખે છે. તેણીએ તેનું TikTok એકાઉન્ટ પણ ખોલ્યું છે અને નિયમિતપણે તેના વીડિયો પોસ્ટ કરે છે. તેણે તાજેતરમાં પ્લેટફોર્મ પર લાખો વ્યુઝ મેળવ્યા છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.

તમે તેની લોકપ્રિયતા વિશે અહીં અને અહીં વાંચી શકો છો.

એયુએ ન્યૂઝફ્લેરને જણાવ્યું કે, "હું મારા દાદાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું છું અને લોકો ખૂબ જ દયાળુ છે. તે ભાગ્યે જ વાત કરે છે અને કેટલીકવાર તેની સાથે વાતચીત કરવી મુશ્કેલ બની શકે છે કારણ કે તે અંધ છે અને તેની સુનાવણી સારી નથી. પરંતુ તેની ચેતના હજુ પણ અન્ય વ્યક્તિની જેમ તીક્ષ્ણ છે. તે આ વર્ષે 13 એપ્રિલે 110 વર્ષનો થશે.”

તે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો પણ અપડેટ કરે છે.


Phrakhru Akha Chanthasaro નો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની ઉંમર વિશે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે દાવો કર્યો કે, તે 163 વર્ષનો હતો, અન્ય લોકોએ 200 વર્ષનો દાવો કર્યો હતો. ઘણાએ એવો પણ દાવો કર્યો હતો કે, તે એક સાધુ છે જે સ્વ-મમીફિકેશનની પ્રેક્ટિસ કરતો હતો.

ફેક્ટ ક્રેસેન્ડોએ તેમની પૌત્રીનો સંપર્ક કરતાં તેણીએ તેના દાદાની ઉંમર વિશે વાયરલ અફવાઓને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, "વાઈરલ થયેલો વીડિયો મારા દાદાનો છે. તેઓ 109 વર્ષના છે. હું તેમની સંભાળ રાખું છું અને તેમની તબિયત સારી છે. લોકોએ મારી પરવાનગી વિના મારા એકાઉન્ટમાંથી વીડિયો લીધો હતો. થાઈલેન્ડમાં તેમનું ખૂબ સન્માન કરવામાં આવે છે."

તેણે લોકોને આ વીડિયોને ખોટી માહિતી સાથે ન ફેલાવવા વિનંતી પણ કરી હતી.

અમારી વધુ તપાસમાં અમને એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 109 વર્ષીય થાઈ બૌદ્ધ સાધુ જેમનું 2022 માં અવસાન થયું.

Archive

આજ માહિતીની પુષ્ટી એક લોકલ સમાચારમાં પણ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડના એક બૌદ્ધ સંતનો છે જે 109 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)