ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અને હવે શાકાહારી ખોરાક પણ ડુંગળી અને લસણ વગર બનાવવામાં આવી રહ્યો છે. લોકો આ પોસ્ટ દ્વારા રાષ્ટ્રપતિની પ્રશંસા કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajesh Kubadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ લગાવી દીધો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને ઇન્ટરનેટ પર એવી કોઈ વિશ્વસનીય વેબસાઇટ શોધી શક્યા નથી જે પુષ્ટિ કરી શકે કે આ સમાચાર સાચા છે. જો રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોત તો તે એક મોટા સમાચાર હોત, પરંતુ તેના વિશે કોઈ ચર્ચા નથી. આનાથી અમને શંકા થઈ કે આ સમાચાર ખોટા હોઈ શકે છે.

ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય રસોયા મુકેશ કુમારનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી શાકાહારી ખોરાક ખાય છે. તેમના પરિવારના રસોડામાં શાકાહારી ખોરાક તૈયાર કરવામાં આવે છે, જેમાં ડુંગળી અને લસણ ઉમેરવામાં આવતા નથી. અને જો રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ કાર્ય હોય તો તે સમયે જે પણ મેનુ નક્કી કરવામાં આવે છે, તે મુજબ જ ભોજન તૈયાર કરવામાં આવે છે.

આ પછી, ફેક્ટ ક્રેસેન્ડોએ PIBના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ જયદીપ ભટનાગરનો સંપર્ક કર્યો અને વાયરલ દાવાની સત્યતા જાણવા મળી. તેમણે અમને કહ્યું કે “આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”

આગળ વધતા, અમને 3 ઓગસ્ટના રોજ PIB ફેક્ટ ચેકની ટ્વિટ પણ મળી. તેમાં પણ આ સમાચારને ખોટા કહેવામાં આવ્યા છે. તમે નીચે જોઈ શકો છો.

Archive

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. રાષ્ટ્રપતિ ભવનમાં માસાંહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રાષ્ટ્રપતિ ભવનમાં બિનશાકાહારી ભોજન મુકવાની મનાય ફરમાવામાં આવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False