તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં બોટ પલટવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગોવા ખાતે દરિયામાં બોટ પલટી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગોવા ખાતે નહીં પરંતુ કોંગો ખાતે બનેલી નાવ દુર્ઘટનાનો છે. આ વીડિયોને ગોવા કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 5 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ગોવા દુર્ઘટનામાં આજે 23 મૃતદેહો મળી આવ્યા 40 લોકોને બચાવી લેવાયા અને 64 ગુમ થયા. ઓવરલોડિંગમાં બોટ માલિકનો લોભ, મુસાફરોનો પણ વધુ વિશ્વાસ. ખૂબ જ દુઃખદ. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગોવા ખાતે દરિયામાં બોટ પલટી તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમતી સર્ચ કરતાં અમને આજ વીડિયો અંગે ઘણા બધા અહેવાલ પ્રાપ્ત થયા હતા. આજ વીડિયો સાથેના સમાચાર અમને એસોસિએટેડ પ્રેસ દ્વારા 4 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રાસરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પૂર્વી કોંગો ખાતે બનેલી બોટ દુર્ઘટનાનો છે. જેમાં લગભગ 78 લોકોના મોત થયા છે.

ઉપરોક્ત આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અણને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Executive Media | Rwandaupdates

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર બીબીસી ગુજરાતી દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 4 ઓક્ટોમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગોવા ખાતે નહીં પરંતુ કોંગો ખાતે બનેલી નાવ દુર્ઘટનાનો છે. આ વીડિયોને ગોવા કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Claim Review :   પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગોવા ખાતે દરિયામાં બોટ પલટી તેનો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE