તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યા છે એ તાજેતરના હુમલાના નહીં પરંતુ ઈઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલાના જૂના વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયલ-લેબેનોન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે લેબનોન પર કરેલો ઇઝરાયલ નો હુમલો ઇઝરાયલે લેબનોન ખાલી કરવાની આપેલી ધમકી અને ખાલી નહી કરવાનું પરિણામ જ્યાર સુધી એકપણ આતંકવાદી જીવિત છે ત્યાર સુધી હુમલા બંધ નહી થાય. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા હુમલાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પેલેસ્ટાઈન બાદ હવે ઈઝરાયેલ લેબેનોન પર હુમલો કરી રહ્યું છે. 17 અને 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ઇઝરાયેલ પર લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી ચળવળ પર રોકેટ હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી બંને બાજુથી એકબીજા પર હુમલાઓ શરૂ થયા હતા. હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર સેંકડો મિસાઇલો છોડી હતી. જવાબમાં ઈઝરાયેલ પણ હુમલો કરી રહ્યું છે.

સૌપ્રથમ અમે ઈમારત પર હુમલો થતા જોઈ રહેલા લોકોના વીડિયોને ફોટોમાં કન્વર્ટ કર્યો અને તેને ગુગલ લેન્સની સાઈટ પર અપલોડ કર્યો અને સર્ચ કર્યું. છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણા લોકોએ લેબનોન પર હુમલા તરીકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો જોયા છે. થોડું પાછળ જઈએ તો જાણવા મળ્યું કે, આ વીડિયો 18 ઓગસ્ટ, 2024ના રોજ એક ટ્વિટર યુઝર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Archive

આ અહેવાલમાં આ વીડિયો ગાઝામાં નુસરત શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમને એવા અહેવાલો પણ મળ્યા હતા કે, હુમલામાં બાળકો સહિત 16થી વધુ લોકો માર્યા ગયા હતા.

ત્યારપછી અમે પિતા અને પુત્ર પસાર થતા મકાનમાં વિસ્ફોટ થતો જોવા મળે છે. અમે નુસીરત શરણાર્થી શિબિર પાસે ઓગસ્ટ 2024 માં થયેલા હુમલાનો વીડિયો ધ ટેલિગ્રાફ પર 18 ઓગસ્ટ, 3024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેથી એ ચોક્કસપણે કહી શકાય કે, આ લેબેનોન પર હુમલાનો વીડિયો નથી.

ત્રીજું, અમે બિલ્ડિંગમાં ચાલતી કારના વિસ્ફોટના વીડિયોની તપાસ કરી. આ વીડિયો પણ ઓગસ્ટ 2024માં ગાઝા પરના બીજા ઈઝરાયેલી સૈન્ય હુમલાનો વીડિયો હોવાનું બહાર આવ્યું છે. પેલેસ્ટિનિયન મીડિયાએ આ વીડિયો સાથે કહ્યું કે, સેનાએ રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યો છે.


Archive

બિલ્ડિંગની સામે ઊભેલા એક વ્યક્તિના વીડિયો ફૂટેજની શોધમાં જાણવા મળ્યું કે, આ વીડિયો પણ ગાઝા પર જુલાઈ 2024ના હુમલા દરમિયાન લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, તે એક શાળાની ઇમારત હતી અને હુમલામાં બાળકો સહિત ઘણા લોકો માર્યા ગયા હતા.

Archive

ગાઝામાં એક ઈમારત પર બોમ્બ પડતો અને વિસ્ફોટ થતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયો ઓગસ્ટ 2024માં અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોની માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના 3 જૂન, 2024ના રોજ બુરીજ કેમ્પમાં બની હતી. આગામી વીડિયો ડિસેમ્બર 2023માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂના વીડિયોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યા છે એ તાજેતરના હુમલાના નહીં પરંતુ ઈઝરાયેલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલાના જૂના વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયલ-લેબેનોન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Claim Review :   આ વીડિયો ઈઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા હુમલાનો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE