બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. જો કે, બાંગ્લાદેશમાં નવી સરકાર બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસો ચાલુ છે. આ પહેલા સોમવારે વિરોધ અને રમખાણો વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી ગયા હતા. આ પછી, હજારો વિરોધીઓએ હસીનાના નિવાસસ્થાન પર હુમલો કર્યો, દરવાજા તોડી નાખ્યા અને બધું તબાહ કરી દીધું. બાંગ્લાદેશની સ્થિતિને લઈને સોશિયલ પ્લેટફોર્મ પર ઘણી પોસ્ટ અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે એક મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના હિન્દુ ક્રિકેટર લિટન દાસના ઘરને કેટલાક સાંપ્રદાયિક લોકોએ આગ લગાવી દીધી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 ઓગસ્ટ 202ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના હિન્દુ ક્રિકેટર લિટન દાસના ઘરને કેટલાક સાંપ્રદાયિક લોકોએ આગ લગાવી દીધી હતી.”

Facebook | Fb post Archive

FACEBOOK

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને બાંગ્લાદેશી મીડિયાને ટાંકીને પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલો મળ્યા. આ બધાના મતે જે ઘર સળગવવામાં આવ્યુ હતું તે બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મશરફે મોર્તઝાનું છે લિટન દાસનું નહીં. અમે સૌપ્રથમ બાંગ્લાદેશના યુનાઈટેડ ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ જોયો જે 5 ઓગસ્ટ 2024 ના રોજ છે. લખવામાં આવ્યું છે કે, નરેલમાં મશરફેના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. કેટલાક લોકોએ નરેલ-2 મતવિસ્તારના ધારાસભ્ય મુર્તઝાના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

ARCHIVE

તે જ તારીખનો અમને ઢાકા પોસ્ટ વેબસાઈટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સોમવારે (5 ઓગસ્ટ) બપોરથી સાંજ સુધી મશરફે અને નરેલ લીગના નેતાઓના ઘરોમાં તોડફોડ અને આગચંપી ચાલુ રહી હતી. પ્રત્યક્ષદર્શી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડવાના સમાચાર પછી, સામાન્ય લોકો ઉજવણી કરવા માટે નારલ પહોંચ્યા. બપોરે શહેરના ચોકમાં વિજયની ઉજવણી બાદ મહિષખોલામાં મશરફી બિન મુર્તઝાના ઘર પર હુમલો, તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. તે સમયે મશરફીના ઘરની બાજુમાં આવેલા નરેલ જિલ્લાના અવામી લીગના અધ્યક્ષ એડવોકેટ સુભાષ ચંદ્ર બોઝના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપવામાં આવી હતી. બાદમાં, જિલ્લા અવામી લીગ કાર્યાલય અને શહેરના ટર્મિનલ પર બંગબંધુ ભીંતચિત્રમાં તોડફોડ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશ પોસ્ટે આ ઘટના અંગે માહિતી આપી હતી કે સોમવાર, 5 ઓગસ્ટના રોજ બપોરે કેટલાક લોકોએ નરેલ-2 મતવિસ્તારના ધારાસભ્ય મશરફે બિન મુર્તઝાના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાડી. વિરોધીઓએ જિલ્લા પરિષદના અધ્યક્ષ એડવોકેટ સુભાષ ચંદ્ર બોઝ અને જિલ્લા અવામી લીગના મહાસચિવ નિઝામ ઉદ્દીન ખાન નીલુના ઘરોમાં પણ તોડફોડ કરી અને આગ લગાવી દીધી. તેમજ જૂના બસ ટર્મિનલ ખાતે આવેલી જિલ્લા અવામી લીગની ઓફિસને આગ ચાંપવામાં આવી હતી. જે અંગે જિલ્લા BNPના મહાસચિવ અલ્હાજ મોહમ્મદ મોનિરુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, “અમને ખબર નથી કે કોણ આગ લગાવી રહ્યું છે, તોડફોડ કરી રહ્યું છે અને લૂંટફાટ કરી રહ્યું છે. “અમે અમારા નેતાઓ અને કાર્યકરોને શાંત રહેવા સૂચના આપી છે. જ્યારે આ બાબતે, નરેલના પોલીસ અધિક્ષક મોહમ્મદ મેહદી હસને કહ્યું કે તેઓ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

આ સિવાય અન્ય મીડિયા રિપોર્ટસ જોયા પછી ખબર પડે છે કે દેશભરમાં અવામી લીગની વિવિધ પાર્ટી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. જેમાં મશરફી બિન મુર્તઝાના ઘર અને શાકિબની પાર્ટી ઓફિસને આગ ચાંપી દેવામાં આવી હતી.

અંતે, અમને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લિટન દાસના ઘરને આગ લગાડવાની ઘટના સાથે સંબંધિત એક પોસ્ટ પણ મળી. પરંતુ અમને એવી કોઈ માહિતી મળી નથી જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે. તેથી આના આધારે આપણે કહી શકીએ કે કોમવાદના દાવા સાથે લિટન દાસના ઘરને સળગાવવાનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આવામી તરફી સાંસદ મશરફે બિન મોર્તઝાના ઘરમાં આગ લગવવામાં આવી હતી. લિટન કુમાર દાસના ઘરને આગ લગાડવામાં આવી હોવાના ખોટા દાવા અને સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવ્યું છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસનું ઘર સળગાવી દેવામાં આવ્યુ....? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context