જાણો સુરતમાં ટ્રેન ઉછલાવવાની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોની માહિતીનું શું છે સત્ય...

Update: 2024-10-04 13:49 GMT

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનના ટ્રેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરત ખાતે વિશેષ સમુદાયના લોકો દ્વારા રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં રેલવે વિભાગના જ આરોપી કર્મચારી સુભાષ પોદ્દારે સોશિયલ મીડિયા પર ફેમસ થવા, પ્રમોશન મેળવવા અને આવી ઘટનાઓ અંગે જાગૃતિ લાવવા માટે રેલવે તરફથી વિશેષ પુરસ્કાર મેળવવા માટે આવું કર્યું હોવાનું સાબિત થયું છે. આ વીડિયોને વિશેષ સમુદાયના લોકો સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, आज सूरत में बहुत बड़े रेल जिहाद की कोशिश नाकाम हुई। किम रेलवे स्टेशन से कुछ दूर आगे रेलवे के कई फीश प्लेट और तमाम चाबियां खुली हुई मिली.... ट्रेन की आवाजाही रोक दी गई है । इस जगह पर दोनों तरफ बड़ी संख्या में विशेष समुदाय की आबादी है....।वर्तमान समय में पूरे देश के अंदर षड्यंत्र के तहत रेल दुर्घटना करवाया जा रहा है। हमें लगता है कि भारतीय रेल, रेल जिहाद का शिकार हो गया આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરત ખાતે વિશેષ સમુદાયના લોકો દ્વારા રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું તેનો છે.

Full View

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમતી સર્ચ કરતાં અમને આજ વીડિયો અંગે ઘણા બધા અહેવાલ પ્રાપ્ત થયા હતા. આજ વીડિયો સાથેના સમાચાર અમને બીબીસી ગુજરાતી દ્વારા 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રાસરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોલીસને આ ઘટના વિશે માહિતી આપનારા રેલવે કર્મચારી સુભાષ પોદ્દાર પર ગઈ. તેમણે સુભાષ પોદ્દારે આપેલી માહિતી વિશે તેની પૂછપરછ કરી. પોલીસે આ ઘટના વિશે તેણે પાડેલા ફોટોગ્રાફ્સ તથા ઉતારેલા વીડિયોના સમયની ચકાસણી કરી. પોલીસે જ્યારે આ ઘટના વિશે તેણે રેલવેને જાણકારી આપી હતી તે સમય સાથે આ ફોટોગ્રાફ્સ અને વીડિયોના સમય સાથે સરખામણી કરી. આ માહિતીમાં પોલીસને તફાવત જણાઈ આવ્યો. જેથી પોલીસે સુભાષ પોદ્દાર ઉપરાંત રેલવે કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ શુભમ જયસ્વાલ તથા મનીષકુમાર મિસ્ત્રીના ફોન કબજે લીધા. પોલીસના જણાવ્યા અનુસાર આ ત્રણેય લોકો રેલવેના ટ્રૅકમૅન તરીકે ફરજ બજાવે છે. તેમણે જ આ ઘટનાનું રેલવેને રિપોર્ટિંગ કરીને ગરીબરથ ટ્રેનને રોકાવડાવી હતી.


Archive

ઉપરોક્ત આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અણને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. newscapital.com | humdekhenge.in

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા પણ તેના સત્તાવાર યુટ્યુબ પર 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Full View

અમારી વધુ તપાસમાં ANI દ્વારા પણ 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સુરત રુરલના એસપી હિતેશ જોયસર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, “આ ઘટનાના ત્રણેય આરોપી સુભાષ પોદ્દાર, શુભમ જયસ્વાલ તથા મનીષકુમાર મિસ્ત્રીએ ફેમસ થવા તેમજ પ્રમોશન મેળવવા અને રુપિયા કમાવાની લાલચે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું”.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં રેલવે વિભાગના જ આરોપી કર્મચારી સુભાષ પોદ્દારે સોશિયલ મીડિયા પર ફેમસ થવા, પ્રમોશન મેળવવા અને આવી ઘટનાઓ અંગે જાગૃતિ લાવવા માટે રેલવે તરફથી વિશેષ પુરસ્કાર મેળવવા માટે આવું કર્યું હોવાનું સાબિત થયું છે. આ વીડિયોને વિશેષ સમુદાયના લોકો સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Claim :  પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરત ખાતે વિશેષ સમુદાયના લોકો દ્વારા રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું તેનો છે.
Claimed By :  Social Media User
Fact Check :  FALSE
Tags:    

Similar News