શું ખરેખર સુપ્રિમ કોર્ટના હિન્દુ વકીલનો આ વીડિયો છે....? જાણો શું છે સત્ય....

Byline :  Frany Karia
Update: 2024-10-07 10:38 GMT

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વરિષ્ઠ વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ વકીલ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ વકીલ છે.


Full View

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ વીડિયો News Indiaની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ: અફઝલ અમાનુલ્લાએ વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સરકારને સલાહ આપી, બિલની ભૂલો ગણાવી.”

Full View

તેમજ વધુ સર્ચ કરતા અમને અફઝલ વ્લોગ વાલે નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ 12 મિનિટનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “અફઝલ અમાનુલ્લાએ WAQF વિશેના ખોટા પ્રચારનો વિરોધ કર્યો. WAQF ની આસપાસની દંતકથાઓને દૂર કરવામાં ખૂબ જ સારી રીતે સમજાવાયેલ અને મદદરૂપ. આનાથી ફેબ્રિકેટેડ ગેરસમજો દૂર થવી જોઈએ.”

Full View

કોણ છે અફઝલ અમાનુલ્લા.?

અફઝલ અમાનુલ્લા 1979 બેચના નિવૃત્ત IAS છે. તેઓ કેન્દ્રીય સંસદીય બાબતોના સચિવ પણ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ લાંબા સમય સુધી બિહારમાં ગૃહ સચિવ હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ સુપ્રિમ કોર્ટના હિન્દુ વકીલ નહીં પરંતુ 1979ની બેચના નિવૃત IAS ઓફિસર અફઝલ અમાનુલ્લા છે. જેઓ લાંબા સમય સુધી બિહારમાં ગૃહ સચિવ રહી ચુક્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.) 


Claim :  પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ વકીલ છે.
Claimed By :  Social media users
Fact Check :  FALSE
Tags:    

Similar News