તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટેનો જે નંબર 9090902024 મૂકવામાં આવ્યો છે એ ભાજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબર સાથેની માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2024ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, [ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સમગ્ર ભારતને.

યુ.સી.સી. યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે. આ માટે દેશના નાગરિકોને તેમના અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું છે. પહેલેથી જ બે દિવસમાં 04 કરોડ મુસ્લિમો અને 02 કરોડ ખ્રિસ્તીઓએ યુસીસી વિરુદ્ધ મતદાન કર્યું છે. તેથી, અંતિમ તારીખ, 6ઠ્ઠી જુલાઈ પહેલા, દેશના તમામ હિંદુઓને યુસીસીની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવે છે. UCC ને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે કૃપા કરીને 9090902024 પર મિસ્ડ કોલ આપો. તમારો કૉલ UCC ને સમર્થન તરીકે રેકોર્ડ કરવામાં આવશે અને સ્વીકારવામાં આવશે. કૃપા કરીને આ માહિતી બધા હિન્દુઓ સાથે શેર કરો. 9090902024 પર મિસ્ડ કોલ આપનારા તમામને શુભેચ્છાઓ.

જય ભારત માતા. 🙏🙏🙏🙏🙏

*દેશ માટે કમ સે કમ 10 વ્યક્તિને - તમારા જેટલા ગ્રુપ હોય તે બધા માં આ મેસેજ ઝડપથી મોકલો*. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટે તમે 9090902024 પર મિસ્ડ કોલ કરીને સહયોગ કરી શકો છો.

download (2).png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ન્યાય મંત્રાલયની સત્તાવાર વેબસાઈટસર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ નંબર સાથેની ટ્વિટ ભાજપ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 29 જૂન, 2023 ના રોજ કરવામાં આવી હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂરા થવા બદલ ‘જનસંપર્કથી જન સમર્થન’ અભિયાન સાથે જોડાવા માટે તમે 9090902024 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો.

https://twitter.com/BJP4India/status/1674421358930042883

વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેની અન્ય ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો.Tweet 1 | Tweet 2| Tweet 3

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન કરવા માટેનો જે નંબર 9090902024 મૂકવામાં આવ્યો છે એ ભાજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબર સાથેની માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનને નામે વાયરલ નંબરનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Misleading