પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હરિદ્વારમાં આવેલા પૂરનો નહીં પરંતુ ગત વર્ષે મનાલીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે હાલમાં હરિદ્વારમાં પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બસ, ટ્રક, તેમજ કાર નદીના પ્રવાહમાં તણાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્વારમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં હરિદ્વારમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 5 ઓગસ્ટ 2023માં યુટ્યુબ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો મનાલીના પૂરના લાઈવ દ્વશ્યો છે. જે સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

આ જ ચેનલ પર આ જ પૂરનો બીજો વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઈન્ડિયા ટુડે દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પણ આ જ માહિતી સાથે તેમજ આ પૂરના અલગ અલગ વીડિયો તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હરિદ્વારમાં આવેલા પૂરનો નહીં પરંતુ ગત વર્ષે મનાલીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મનાલીના વર્ષ 2023ના પૂરના વીડિયોને હરિદ્વારના નામે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading