જાણો ટોઈલેટ સીટમાં દેખાઈ રહેલી મોનિટર લિઝાર્ડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Update: 2024-09-09 07:58 GMT

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટોઈલેટ સીટમાં રહેલી મોનિટર લિઝાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને લીધે ટોઈલેટ સીટમાં મોનિટર લિઝાર્ડ જોવા મળી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટોઈલેટ સીટમાં રહેલી મોનિટર લિઝાર્ડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં થાઈલેન્ડની એક હોટલના રુમમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 01 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વધુ વરસાદ પડવાથી આવેલા પુર મા તણાય ને આલિશાન બંગલો નીકળવું એ પણ એક લાવો છે😂🐊😂રૂઝાંન આવવાના ચાલું થઈ ગયા સે🙄😏😒🙄CC: Natwarparmar Parmar વડોદરા વાળા😂😜😂. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને લીધે ટોઈલેટ સીટમાં મોનિટર લિઝાર્ડ જોવા મળી તેનો છે.

Embed –


Full View


Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને navbharattimes.indiatimes.com દ્વારા 31 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક બ્રિટિશ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો. અહીં તેની સાથે કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા, તેના ટોયલેટમાંથી એક મોનિટર લિઝાર્ડ બહાર આવી.



Archive

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. abplive.com | inf.news | nairaland.com

અમારી વધુ તપાસમાં અમને Daily Mail દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 29 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Embed -

Full View

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટોઈલેટ સીટમાં રહેલી મોનિટર લિઝાર્ડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં થાઈલેન્ડની એક હોટલના રુમમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Claim :  આ વીડિયો ભારતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને લીધે ટોઈલેટ સીટમાં મોનિટર લિઝાર્ડ જોવા મળી તેનો છે.
Claimed By :  Social Media User
Fact Check :  MISSING CONTEXT
Tags:    

Similar News