કાંવડીયો દ્વારા ઉત્તર ભારતમાં નવી દિલ્હી અને અન્ય સ્થળોએ હિંસાના તાજેતરના બનાવોને પગલે, સોશિયલ મીડિયા પર એક વિડીયો વ્યાપક રીતે પ્રસરી રહ્યો છે.
આ વિડીયો હિંસા અને દુશ્મનાવટમાં સામેલ પુરુષોનું ઉશ્કેરાયેલું ટોળું, પોલીસ સાથે અથડામણ કરી રહ્યું હોવાનું બતાવવામાં આવ્યું છે.
આ વિડીયોને વોટ્સઍપ, ટ્વીટર અને ફેસબુક પર બહોળા પ્રમાણમાં શેર અને ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે.
આમાંના કેટલાક લોકો જેમણે આ વિડીયો શેર કર્યો છે તેમણે એવો દાવો કર્યો છે કે આ કાંવડીયો દ્વારા હિંસાનો બીજો વિડીયો છે, અને તે ઘટના તાજેતરમાં દિલ્હીમાં થઇ હતી.

પણ આ વિડીયો 2017 નો છે. આ જ વિડીયો અહીંયા પણ જોઈ શકાય છે:
આ ચેનલ ન્યૂઝ 24 દ્વારા અપલોડ કરાયેલા ન્યૂઝ રિપોર્ટનો હિસ્સો હતો અને આ ઘટના અલ્હાબાદ-વારાણસી જીટી રોડ પર 20 જુલાઇ, 2017 ના રોજ થઇ હતી.

હકીકત તપાસતી અન્ય સાઈટ્સે પણ આ ખબર નકલી હોવાને સમર્થન આપ્યું છે.
અલ્ટ ન્યૂઝ:
કાંવડીયો દ્વારા હિંસાના જૂના વિડીયોને તાજેતરની ઘટનાના રૂપમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે